અમદાવાદઃ ધીરેન્દ્ર શાસ્ત્રીનો સુરત શહેરમાં દિવ્ય દરબાર યોજાશે. જેને લઈને અનેક કાર્યકર્તાઓ દિવસરાત કામ કરી રહ્યા છે. સમર્થકોમાં એવી પણ ચર્ચા છે કે, રોડનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં મોટી સંખ્યામાં એમના સમર્થકો જાડોશે. આ કાર્યક્રમમાં 2 લાખ કરતા વધુ લોકો ઉપસ્થિત રહેશે. મહત્વનું તો એ છે કે, આ કાર્યક્રમની તૈયારીઓ શહેરના ભાજપના નેતાઓ કરી રહ્યા છે. જોકે, સુરત ખાતે તારીખ 26 અને 27ના રોજ લિંબાયત વિસ્તાર ખાતે આવેલા નીલગીરી ગ્રાઉન્ડમાં દિવ્ય દરબારમાં હાજરી આપવા જઈ રહ્યા છે. જેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દિવ્ય દરબાર સાથે તેમનું રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
સુરતમાં દરબારઃ કાર્યક્રમમાં લાખોની સંખ્યામાં લોકો એકત્ર થાય આ માટે સુરત શહેરના કોર્પોરેટરો દ્વારા બેઠકો યોજવામાં આવી રહી છે. આ આયોજનમાં લિંબાયતના ધારાસભ્ય સંગીતા ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈ, ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ અને મનપાના શાસક પક્ષ નેતા અમિત રાજપૂત સામેલ છે. કોઈપણ રાજકીય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જો લોકોને હાજર કરવું હોય તો હંમેશા લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડમાં કાર્યક્રમઓ અને સભા આયોજિત કરવામાં આવતું હોય છે. કારણ કે, આ ગ્રાઉન્ડની કેપીસીટી 2 લાખ કરતા વધારે છે. આજ ગ્રાઉન્ડમાં ધીરેન્દ્ર શાસ્ત્રી દરબારને સંબોધશે. સુરત શહેરમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને ભવ્ય કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.
અમદાવાદમાં દરબારઃ અમદાવાદમાં 29 અને 30 મે ના રોજ પહેલીવાર અન્ય રાજ્યોમાં ખૂબ જાણીતા એવા બાગેશ્વર ધામ સરકાર તરીકે ઓળખાતા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દિવ્ય દરબાર યોજાઇ રહ્યો છે. બે દિવસમાં અંદાજે 1 લાખથી વધુ લોકો ઉમટે તેવી આયોજકોની ધારણા છે. આચાર્ય પ્રમોદ મહારાજ (રાધિકા સેવા સમિતિના સભ્ય) જણાવે છે કે, હાલમાં પડી રહેલી ભારે ગરમીના કારણે આ વખતે સમગ્ર દરબાર સાંજના 5 વાગ્યાથી લઈને રાત્રીના 11 વાગ્યા સુધી યોજાશે. આ દરબારમાં ધર્મ, કર્મ,જ્ઞાન,ભક્તિ અને સનાતન ધર્મ પ્રચાર રાધિકા સેવા સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
સુરક્ષા વ્યવસ્થાઃ પોલીસ કમિશનર પાસે લેખિતમાં રજૂઆત કરીને સુરક્ષા માટે 500થી વધુ પોલીસ જવાનોની માગણી કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય 1000 જેટલા બોડીગાર્ડ પણ રાખવામાં આવશે. જ્યારે રાજકોટમાં 400 જેટલા સ્વયં સેવકો તથા કરણી સેનાના યુવાનો સુરક્ષા આપશે. આ દિવ્ય દરબારમાં આવવા કોઈ પણ પ્રકારનું રજિસ્ટ્રેશન કે કોઈ પણ પ્રકારનો ચાર્જ રાખવામાં આવ્યો નથી. લોકોએ દિવ્ય દરબારમાં આવવા માટે એક દિવસ પહેલા અરજી આપવાની રહેશે. ધીરેન્દ્ર શાસ્ત્રીજીને લાગશે તો દિવ્ય દરબારમાં બેઠેલા ભક્તને પોતાના સમક્ષ બોલાવી તેમના પ્રશ્નો વાંચવામાં આવશે અને જવાબ પણ આપવામાં આવશે.
રાજકોટમાં ફાઈનલટચઃ રાજકોટમાં બાબાનો દિવ્ય દરબાર આગામી તારીખ 1 અને 2 જૂન એક બે દિવસ સુધી યોજાનાર છે. જેને લઇને બાબાના દિવ્ય દરબાર સ્થળે કોઈપણ જાતનો વિવાદ ન સર્જાય, કોઈ લોકો અહીં વિરોધ કરવા માટે ન આવે તે માટે હવે રાજપુત કરણી સેના આગળ આવી છે. રાજકોટમાં કયા સ્થળે ઉતારો આપવામાં આવશે. તે અંગેની કોઈ બાબતો બાગેશ્વર ધામ સેવા સમિતિ દ્વારા જાહેરાત કરવામાં આવી નથી.
પ્રમુખની વાતઃ કૃષ્ણસિંહ જાડેજા (રાજપૂત કરણી સેનાના સૌરાષ્ટ્ર પ્રમુખ)એ જણાવ્યું હતું કે, અમારે રાજપૂત કરણી સેના અને હિન્દુ ધર્મ સેનાના માધ્યમથી એટલું જ જણાવવા ઈચ્છીએ છીએ કે તમે લોકો ત્યાં વિરોધ કરવા આવો તો અને તમારા દાત ખાટા કરી નાખવાની તાકાત ધરાવીએ છીએ. જ્યારે અમે રાજપૂતો છીએ એટલે હિન્દુ ધર્મનું રક્ષણ અમારે કેમ કરવું તે એમને કોઈએ શીખવવાનું ન હોય.
તમામ વ્યવસ્થા થશેઃ યોગીનભાઈ છણિયાર (બાગેશ્વર ધામ સેવા સમિતિના સભ્ય) જણાવે છે કે, રાજકોટ તેમજ સૌરાષ્ટ્રભરના ભક્તો આ દરબારમાં ભાગ લેશે. ધીરેન્દ્ર શાસ્ત્રીને લાઈવ સાંભળવાનો મોકો ભક્તોને મળશે. મંડપની વાત કરવામાં આવે તો અહીંયા દિવ્ય દરબાર ખાતે જે મંડપ હશે તે ખુલ્લો મંડપ રાખવામાં આવશે માત્ર બાગેશ્વર બાબાને બેસવા માટે સ્ટેજની વ્યવસ્થા કરવામાં આવશે અને ત્યારબાદ આખો જે મંડપ છે તે ખુલ્લો રાખવામાં આવશે.બાગેશ્વર બાબાના દરબારમાં ભાગ લેવા માટે કોઈપણ એન્ટ્રી ફી રાખવામાં આવી નથી. ભાવિક ભક્તો નિશુલ્ક દરબારનો લાભ લઈ શકશે.3