ETV Bharat / state

કોબા ગામમાં આયુર્વેદિક ઉકાળાનું નિઃશુલ્ક વિતરણ કરાયું - latest news of coronavirus

સમગ્ર વિશ્વમાં who દ્વારા કોરોનાને મહામારી તરીકે જાહેર કરવામાં આવી છે, ત્યારે કોરોના પ્રિવેન્શન તરીકે આજે અમદાવાદ નજીક આવેલા કોબા ગામમાં નિશુલ્ક આયુર્વેદિક ઉકાળો તેમજ તુલસી અને લીમડો આદુ વગેરેનું મિશ્રણ કરીને તેનો પણ ઉકાળો બનાવીને સમગ્ર ગામમાં ઘરે ઘરે નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

ahmedabad
ahmedabad
author img

By

Published : Mar 21, 2020, 12:02 PM IST

Updated : Mar 21, 2020, 12:14 PM IST

અમદાવાદઃ આજે જ્યારે કોરોના વાયરસ દુનિયાભરમાં અત્યાર સુધીમાં 1.96 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને 20,000થી વધુ લોકો કોરોનાના પગલે મોતને ભેટી ચૂક્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં 112 લોકો આ વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને આઠ લોકોના મૃત્યુ થઈ ગયા છે.

કોબા ગામમાં આયુર્વેદિક ઉકાળાનું નિઃશુલ્ક વિતરણ કરાયું

ગુજરાત સરકારે પણ રાજ્યમાં શોપિંગ મોલ, સ્કૂલ અને કોલેજ 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે અને આરોગ્ય વિભાગે કોરોનાના વાઈરસને લઈ પણ સતર્ક બની છે, ત્યારે કોબા ગામમાં આશરે 3000 પરિવારોને આજરોજ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કોબા ખાતે કુડાસણ આયુર્વેદિક સેન્ટર પરથી આયુષ નિયામકની સૂચના સંદર્ભે આયુર્વેદિક શાખા દ્વારા જુના કોબા તેમજ નવાકોબામાં કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધે, તે માટે નિઃશુલ્ક આયુર્વેદિક ઉકાળો ઘરે ઘરે જઈને વિતરણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જનતા કર્ફ્યુનો અમલ કરવાની જાહેર સૂચના આપવામાં આવી છે. જેના સંદર્ભે સમગ્ર ગામમાં ફરીને સાવધાનીના સરકાર દ્વારા લેવામાં આવેલા આ પગલાને કેવી રીતે અનુસરવું અને સાવચેતીના કેવી રીતે પગલાં લેવા, તે પણ સમજાવવામાં આવ્યું હતું. તેમજ જનતા કરફ્યુનો કડકપણે સ્વેચ્છાએ અમલ કરવો તેવી સૂચના આપવામાં આવી હતી.

Last Updated : Mar 21, 2020, 12:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.