અમદાવાદ: PM મોદી અમદાવાદ પહોંચી ગયા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા એરપોર્ટ પર તેમનું સ્વાગત કરાયું હતું. 9 માર્ચે ઓસ્ટ્રેલિયાના PM એન્થની અલ્બેનીઝ સાથે ટેસ્ટ મેચ નિહાળશે.
ઓસ્ટ્રેલિયાના PMએ ગાંધી આશ્રમની લીધી મુલાકાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવે એ પહેલા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બેનીઝ અમદાવાદ આવી પહોંચ્યા હતા. બુધવારે સાંજે તેઓ અમદાવાદ આવ્યા હતા. એરપોર્ટ પર પરંપરાગત રીતે એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી તેઓ સીધા ગાંધી આશ્રમ માટે નીકળ્યા હતા. જ્યાં તેમણે બાપુની મૂર્તિને પુષ્પાંજલી અર્પણ કરી હતી. અમદાવાદ વિમાની મથકે પારંપારિક નૃત્ય દ્વારા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝનું અભિવાદન કરાયું હતું.
આ પણ વાંચો: IND vs AUS: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તૈયારીઓને આખરી ઓપ, મુખ્યપ્રધાને સમીક્ષા કરી
ભાવ સાથે આવકાર: આ પ્રસંગે રાજ્યના પ્રોટોકોલ પ્રધાન જગદીશ વિશ્વકર્મા, મેયર કિરીટભાઈ પરમાર, રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, કલેકટર ધવલ પટેલ સહિત વરિષ્ઠ સચિવો અને અધિકારીઓએ પણ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનું અભિવાદન કરી તેમને આવકાર્યા હતા. ગાંધી આશ્રમની મુલાકાત વખતે તેમણે ગાંધીજીના ફોટોગ્રાફ ખાસ નીહાળ્યા હતા. જ્યારે વડાપ્રધાન મોદી બુધવારે સાંજે આઠ વાગ્યા આસપાસ અમદાવાદ આવવાના છે. તેઓ અમદાવાદ એરપોર્ટથી સીધા રાજભવન ગાંધીનગર માટે રવાના થશે. જોકે, આ બે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચે એ પહેલા ભૂપેન્દ્ર પટેલે સમગ્ર સ્ટેડિયમની મુલાકાત લીઘી હતી.
અમદાવાદમાં મેચ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની અંતિમ ટેસ્ટ મેચ અમદાવાદમાં રમાશે. જેને બન્ને દેશના વડાપ્રધાન સાથે બેસીને જોશે. તારીખ 9 માર્ચના રોજ આ મેચ રમાવવાની છે. આશરે બે કલાક સુધી આ બન્ને મહાનુભવો સ્ટેડિયમમાં બેસીને મેચ જોશે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. આ માટે અમદાવાદમાં વધારાનો પોલીસ સ્ટાફ પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે. ખાસ કરીને સ્ટેડિયમ તરફ જતા રસ્તાઓ અને પાર્કિગ કે ટ્રાફિકને લઈને કોઈ મુશ્કેલી ઊભી ન થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી આવે એ પહેલા ભૂપેન્દ્ર પટેલે સમગ્ર સ્ટેડિયમમાં રૂબરૂ મુલાકાત કરી હતી. દરેક સેક્શનમાં તેઓ ગયા હતા આ સાથે અધિકારીઓ સાથે વાતચીત કરીને સમગ્ર કાર્યક્રમ અંગે પણ માહિતી મેળવી હતી.