શહેરના રામોલ પોલીસ સ્ટેશનની સુરેલિયા કચેરીમાં ફરજ બજાવતા PSI પર જીવલેણ હુમલો થયો હતો. પોલીસ તપાસમાં બુટલેગરોએ જૂની અદાવત રાખીને હુમલો કર્યો હોવાનું સામે આવે આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, PSI અર્જુન ભરવાડ પાસે કૈલાશ કોલોની રહીશોએ ફરિયાદ નોંધાવી હતી કે, ત્યાંના સ્થાનિક બુલેટગરો તેમને હેરાનગતિ કરે છે. જેના કારણે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
ફરિયાદ નોંધ્યા બાદ PSIએ બુટલેગરો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી આરોપીઓને જેલ ભેગા કર્યા હતાં. જેની અદાવત રાખીને જેલમાંથી છૂટેલાં આરોપીઓએ PSI પર જીવલેણ હુમલો કર્યો હતો. સ્થાનિકોએ ઈજાગ્રસ્ત PSIને શહેરની એલ.જી. હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ હુમલો અમરાવાડી વિસ્તારમાં આવેલાં ભાજપ-કોંગ્રેસના કાર્યલય પાસે થયો હતો. જેથી આ સમગ્ર મામલથી રાજકીય માહોલ પણ ગરમાયો છે. તો બીજી તરફ સ્થાનિકો પોલીસ તંત્રની બુલટેગરો પરની રહેમદિલી અંગે અનેક પ્રશ્નો ઉઠાવી રહ્યાં છે.
આ ઘટના અંગે રોષ ઠાલવતાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે, "આ હુમલો પોલીસ તંત્રની બેદરકારીના કારણે જ થયો છે. જો પહેલાથી જ બુટલેગરો પર કડક કાર્યવાહી કરવામાં આવી હોત તો PSI પર હુમલો થયો ન હોત. પરંતુ, કહેવાય છે ને કે, એક કરેલું બીજાએ ભોગવવું પડે. PSI સાથે પણ એવું જ થયું છે. ભ્રષ્ટ પોલીસ અધિકારીઓની રહેમ નજર હેઠળ ફાલતાં બુટલેગરો પોલીસ તંત્રને પોતાની જાગીર સમજી લે છે. જેમ ફાવે તેમ લોકો સાથે વર્તન કરે છે અને આ બધાનો ભોગ અર્જુન ભરવાડ જેવા અઘિકારીઓને થવું પડે છે."