ETV Bharat / state

બાપુનગરમાં વોન્ટેડ આરોપીને પકડવા જતા પોલીસ પર હુમલો - પોલીસ પર હુમલો

અમદાવાદ શહેરમાં વધુ એક વખત પોલીસ પર હુમલાનો બનાવ બન્યો છે. શહેરના રામોલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા મારામારીના ગુનામાં વોન્ટેડ આરોપીને પકડવા માટે ગયેલા પોલીસ પર હુમલો કરી છરી ઉગામવામાં આવી છે અને મુખ્ય આરોપીને ઘટના સ્થળેથી ભાગવા માટે મદદ કરવામાં આવી હતી.

અમદાવાદ
અમદાવાદ
author img

By

Published : Apr 17, 2021, 1:59 PM IST

Updated : Apr 17, 2021, 4:14 PM IST

  • પોલીસ પર છરી અને પાટિયાથી હુમલો
  • 10થી 12 જેટલા ઈસમોએ પોલીસ પર હુમલો કર્યો
  • બાબા પઠાણને પકડવા જતા પોલીસ પર હુમલો

અમદાવાદ: શહેરમાં વધુ એક વખત પોલીસ પર હુમલાનો બનાવ સામે આવ્યો છે. રામોલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા મારા મારીના ગુનામાં વોન્ટેડ આરોપી આમિરખાન ઉર્ફે બાબા પઠાણને પકડવા માટે બાપુનગર પોલીસ અને રામોલ પોલીસ ગાયત્રીનગર સુન્દરમ્ નગર પહોંચી હતી, જ્યાં આરોપી આમિરખાન મળી આવતા પોલીસે તેને પકડી પાડ્યો હતો. જેથી તેને છોડાવવા માટે તેની પત્ની સહિત અન્ય 10થી 12 લોકો બૂમાબૂમ કરીને પોલીસ સાથે ઝપાઝપી કરી હતી.

પોલીસ પર હુમલો

આ પણ વાંચો:રાજકોટમાં આરોપીની ધરપકડ કરવા પહોંચેલી પોલીસ પર હુમલો

અન્ય આરોપીએ પણ કર્યો ઈજા પહોંચાડવાનો પ્રયાસ

અન્ય આરોપી વાજિદ ઉર્ફે છોટુએ પોલીસ પર છરી ઉગામી અને મોહમ્મદ આજમ ઉર્ફે ટાઈગરે લાકડાનું પાટિયું મારીને પોલીસને ઇજા પહોંચાડી છે. મુખ્ય આરોપીને ભગાડવામાં મદદગીરી કરીને પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી. જો કે, પોલીસે જાણ કરતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે તૈનાત કરાયો હતો અને કોમ્બીંગ હાથ ધરીને હાલમાં બે મહિલા સહિત મોહમ્મદ આજમ ઉર્ફે ટાઈગર એમ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

આ પણ વાંચો:ખેડાના અલીણામાં પોલીસ પર હુમલો કરનાર 18ની ધરપકડ

બાબા પઠાણ પર 25થી 30 ગુના દાખલ

હાલમાં પોલીસે આ સમગ્ર મામલે વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કરીને અન્ય ફરાર આરોપીઓને શોધવા માટેના પ્રયત્નો શરૂ કર્યા છે. જ્યારે આમિરખાન ઉર્ફે બાબા પઠાણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેના પર પૂર્વ વિસ્તારમાં લગભગ 25થી 30 જેટલા ગુના દાખલ થઈ ચૂક્યા છે.

Last Updated : Apr 17, 2021, 4:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.