ETV Bharat / state

કોરોના નિયમોની ઐસીતૈસી કરી ગાઈડલાઈનને નેવે મુકી ભાજપ નેતા આતિષ પટેલેે કરી જન્મદિવસની ઉજવણી - Number of Gujarat Corona

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અને બીજી બાજુ કોરોનાની ગાઇડલાઇના ભંગ થઇ રહ્યા છે. નિયમો જાણે નેતાઓ માટે ન હોઇ તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.

અમદાવાદઃ નિયમોની ઐસીતૈસી કરી ગાઈડલાઈનને નેવે મુકનારા ભાજપ નેતા આતિષ પટેલ

author img

By

Published : Oct 9, 2020, 7:41 AM IST

અમદાવાદઃગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અને બીજી બાજુ કોરોનાની ગાઇડલાઇના ભંગ થઇ રહ્યા છે. નિયમો જાણે નેતાઓ માટે ન હોઇ તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. સરકાર લોકોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા લોકોને વારંવાર જણાવી રહ્યાં છે, ત્યારે રાજ્યનો સત્તાધારી પક્ષ ભાજપની સરકારના કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોનું ભંગ કરતા જોવા મળ્યા છે.

અમદાવાદના ઇસનપુર વોર્ડના ભાજપના કોર્પોરેટર અને વોર્ડ પ્રમુખે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી હતી. આતિશ પટેલ જેઓ હજુ 15 દિવસ પહેલાં જ કોરોનાથી મુક્ત થઈને ઘરે આવ્યા છે. અમદાવાદના ઇસનપુર વોર્ડના ભાજપના કોર્પોરેટર અને વોર્ડ પ્રમુખ આતિશ પટેલનો ગુરુવારે જન્મદિવસ હતો. તેમણે જન્મ દિવનની ઉજવણી જાહેરમાં કરીને ભીડ ભેગી કરી હતી. જાહેરમાં યોજાયેલી બર્થડે પાર્ટીનું આયોજન ઇસનપુર વોર્ડના મહામંત્રી જીતુ સોલંકીએ કર્યું હતું.

અમદાવાદઃ નિયમોની ઐસીતૈસી કરી ગાઈડલાઈનને નેવે મુકનારા ભાજપ નેતા આતિષ પટેલ

આ ઉપરાંત વોર્ડના કોર્પોરેટર ગૌતમ પટેલ, જીગીશા ઘડિયાળી અને રંજન મસિયા સહિત લાંભા વોર્ડ પ્રમુખ માનસિંગ પણ હાજર રહ્યા હતા. ઈસનપુર વોર્ડના ભાજપ પ્રમુખે કોરોના નિયમનો ભંગ કર્યો હતો તેમણે ભીડ એકઠી કરી જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી હતી. ઉપરાંત જન્મ દિવસની ખુશીમાં રાત્રે આતશબાજી કરી કોવિડ નિયમોની ઐસીતૈસી કરી હતી. માહિતી મુજબ અરવિંદ દેસાઈ, નાગજી દેસાઈ, કોર્પોરેટર જીગીશા બેન ઘડીયાળી, ભાજપના મહામંત્રી જીતુ સોલંકી અને ભાજપના મહામંત્રી રામ કિશન યાદવ ઉજવણીમાં હાજર હતા.

નેતાઓ દ્વારા કોવિડના નિયમોનો અવારનવાર ભંગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ઈસનપુર વોર્ડના ભાજપ પ્રમુખ દ્વારા કોરોના નિયમનો ભંગ થતા ઈસનપુર પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. બીજી તરફ ટાઉન પ્લાનિંગના ચેરમેન ગૌતમ પટેલે પણ નિયમો તોડ્યા હતા. AMCના સત્તાધિશો નિયમ ભંગ કરી રહ્યા છે. મેયરથી માંડીને કમિટીના ચેરમેનો પણ નિયમોનો ભંગ કરે છે. ત્યારે સવાલ થાય છે કે શું સત્તાધિશો સામે તંત્ર પગલા લેશે? કે પછી કોવિડ નિયમો અને ગાઇડલાઇનનું પાલન કરવું માત્રને માત્ર સામાન્ય જનતા માટે જ છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલની રૈલીઓમાં પણ કોરોનાની ગાઇડલાઇનની ધજાગરા ઉડ્યા હતા. તે રૈલીમાં સામેલ ધારાસભ્ય અને કાર્યકર્તાઓ કોરોના પોઝિટિવ થયા હતા. તે પછી પોતે સીઆર પાટિલ પણ કોરોના પોઝિટિવ થયા હતા.

તાજેતરમાં જ ગુજરાત હાઇકોર્ટે કોરોનાને ગંભીરતાથી ન લેનારા અને છડેચોક નિયમોને છેવાડે મુકી રહેલા નેતાઓ સામે લાલ આંખ કરી છે. કોર્ટે સોમવારના રોજ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરતા તેમજ ભીડ એકત્રિત કરનારા નેતાઓ વિરૂદ્ધ કડક પગલાની સાથે દંડ વસુલવાનો પણ આદેશ કર્યો છે. જેથી હાઈકોર્ટનાં કડક વલણ બાદ CM રૂપાણીની પણ આંખો ખુલી છે. CM રૂપાણીએ જણાવ્યું કે, નેતાઓ પણ કોરોનાના નિયમનું પાલન કરેએ નેતાઓની જવાબદારી બને છે. ખોટો સંદેશ ન જાયએ ખાસ જરૂરી છે. દરેક વ્યક્તિએ ફરજિયાત માસ્ક પહેરવું જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.