અમદાવાદ શહેર પહેલાથી સહેલાણી માટે ફરવા માટેની પ્રથમ પસંદગીનું સ્થળ રહ્યું છે. પહેલાં સાબરમતી રિવેરફરન્ટ (Sabarmati Riverfront )સહીત અનેક વિસ્તાર જોવાલાયક હતા. પરંતુ તેમાં વધુ એક નજરાણું (Atal walkway bridge)ઉમેરાયું છે. જેના પ્રથમ ત્રણ દિવસ બાદ તેની પર ટિકિટ દર લાગુ( Ticket rates at Atal Walkway Bridge)કરવામા આવ્યો હતો.જેમાં માત્ર એક દિવસમાં 5 લાખથી વધુ (Atal walkway bridge one day income 5 lakhs)આવક થઈ છે.
અટલ બ્રિજની એક દિવસમા 3,63,720 રૂપિયાની આવક સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ (Sabarmati Riverfront Development)દ્વારા અટલ વોક વે બ્રિજ પર ટીકીટ દર (Atal Bridge )નક્કી કરવામાં આવ્યો હતો. જેમાં માત્ર એક જ દિવસમાં 3,63,720 રૂપિયાની આવક થઈ હતી. 12 વર્ષથી ઉપરના 105787 બાળકો મુલાકાત કરી છે. જેમાં 3,17,610 રૂપિયા આવક થઈ હતી. જ્યારે 12 વર્ષથી નાના 2883 જેટલા બાળકો મુલાકત કરી હતી. જેમાં 43,245 જેટલી આવક ઉભી થઇ છે. 191 જેટલા સિનિયર સિટીજન લોકોએ અટલ વોક વે બ્રિજની મુલાકત કરી છે.જેમાં 2865 રૂપિયા આવક થઈ હતી.
આ પણ વાંચો રિવરફ્રન્ટ પર તૈયાર થયેલ અટલ બ્રિજ દેખાય છે કંઇક આવો, જૂઓ તસવિરો
કોમ્બો પેકની લોકોએ મજા માણી અટલ બ્રિજની સાથે સાથે કોમ્બો પેક પણ રાખવામાં આવ્યા છે. જેમાં અટલ બ્રિજ અને બાજુમાં આવેલ ગાર્ડનની મુલાકાત લઈ શકાય છે. આ કોમ્બો પેકેમાં કુલ 1,39,880 રૂપિયા આવક થઈ હતી. જેમાં 12 વર્ષથી મોટી ઉંમરના 3026 બાળકોએ મુલાકાત કરી જેમાં 1,21,040 રૂપિયા આવક ઉભી થઈ છે. જ્યારે 137 સિનિયર સીટી મુલાકાત કરી જેમાં 2740 રૂપિયા આવક અને 12 વર્ષથી નાના 805 બાળકોએ કોમ્બો ટીકીટ ખરીદી જેમાં 16,100 રૂપિયા આવક થઇ ઉભી થઇ છે. આમ કુલ મળીને અટલ બ્રિજ અને કોમ્બો પેકેટ થકી એક જ દિવસમાં 5,03,600 આવક સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ઉભી થવા પામી છે.
આ પણ વાંચો અટલ બ્રિજની સુંદરતા ડ્રોન કેમેરામાં થઈ કેદ, જૂઓ વીડિયો
શું છે ટિકિટ ભાવ અટલ વોક વે બ્રિજ મુલાકાત લેવા માટે 12 વર્ષ નાના અને સિનિયર સીટીઝન માટે 15 રૂપિયા જ્યારે 12 વર્ષ વધુ ઉંમર માટે 30 રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે. જયારે અટલ વોક વે બ્રિજ અને ગાર્ડન બન્નેના કોમ્બો પેકેઝની ભાવની વાત કરવામાં આવે તો 12 વર્ષથી નાના અને સિનિયર સીટીઝન માટે 20 રૂપિયા અને 12 વર્ષથી પરના લોકો માટે 40 રૂપિયા ટિકિટ રાખવામા આવી છે. આ બંનેમાં વિકલાંગ માટે નિઃશુલ્કમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.