અમદાવાદ : 9 અને 10 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ ખાતે U20નું આયોજન કરવામાં આવ્યું છે. જેના સંદર્ભમાં વિદેશથી આવતા અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ અને અટલ બ્રિજની મુલાકાત લેવાના હોવાની 9 ફેબ્રુઆરીના રોજ સાંજે 4 કલાક અને અટલ બ્રિજ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદમાં 9 અને 10 ફેબ્રુઆરીના રોજ G20 અંતર્ગત U20 આયોજન કરવામાં આવ્યું છે જેના સંદર્ભમાં વિશ્વના અનેક દેશના સભ્યો અમદાવાદની મુલાકાતે છે. ત્યારે અમદાવાદમાં પર્યટન સ્થળોની પણ મુલાકાત લેતા હોવાથી અમદાવાદ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા રિવરફ્રન્ટનો લોઅર ર્પ્રોમિનાર્ડ જાહેર જનતા માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો અટલ બ્રિજને લઈને નિર્ણય : અટલ બ્રિજ પ્રવાસીઓની સંખ્યા કરી મર્યાદિત
ગુરુવારે રિવરફ્રન્ટ બંધ : અમદાવાદ શહેરને U20 યજમાની મળી છે. U20માં આવનાર વિદેશી મહેમાનો U20 બેઠકની સાથે અમદાવાદ શહેરની આસપાસ આવેલા પર્યટન સ્થળોની પણ મુલાકાત લેશે.જેમાં ખાસ કરીને અમદાવાદ શહેરમાં આવેલ ગાંધી આશ્રમ, રિવર ફ્રન્ટ અટલ બ્રિજ મુલાકાત લેશે. જેને ધ્યાનમાં રાખીને રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ દ્વારા નવું ફેબ્રુઆરીના રોજ સાંજના 4 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી રિવરફ્રન્ટનો લોઅર પ્રોમીનાડ જાહેર જનતા માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
અટલ બ્રિજની પણ મુલાકાત લેશે : અમદાવાદ શહેરની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી પર ભારતનો પહેલો બ્રિજ બનાવવામાં આવ્યો છે. આપણા સૌના માટે આકર્ષણનું કેન્દ્ર પણ છે. જેથી અમદાવાદ શહેરમાં આવનાર મુલાકાતઓ માટે વધુ એક પ્રવાસનનું સ્થળ ઊભું થયું છે. U20માં આવનાર મહેમાનો પણ અટલ બ્રિજની મુલાકાત લેવાના છે. જેને ધ્યાનમાં લઈને રોજ અમદાવાદ શહેરના લોકો 9 ફેબ્રુઆરીના રોજ બપોર 3 વાગ્યા સુધી જ અટલ બ્રિજની મુલાકાત લઈ શકાશે.
આ પણ વાંચો અટલ બ્રિજની સુંદરતા ડ્રોન કેમેરામાં થઈ કેદ, જૂઓ વીડિયો
ગુજરાતી ભોજન પીરસવામાં આવશે : U20માં આવનાર મહેમાનોને ગુજરાતી ભોજન પીરસવામાં આવશે. જેમાં ખાસ કરીને બાજરી, મકાઈની વાનગીઓ પીરસવામાં આવશે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા U20ના પ્રથમ દિવસે રિવર ફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ગાલા ડીનરનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે બીજા દિવસે કાંકરીયા લેક ખાતે તમામ મહેમાનોનું ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે.
એક પૃથ્વી એક કુટુંબ એક ભવિષ્ય"થીમ પર યોજશે U20 : U20 સમિટમાં દરેક માટે આર્થિક પુનઃપ્રાપ્તિ માટે પાયાના પથ્થર તરીકે આરોગ્યમાં રોકાણ કરવું, અને તમામને ટકાઉ ગતિશીલતાનો ઉપયોગ મળે તેને પ્રોત્સાહન આપવું, ભવિષ્યની કામગીરી માટે શિક્ષણ અને તાલીમ પ્રદાન કરવું જેથી કરી તમામ લોકોને રોજગારની સમાન રીતે તક મળે તે મુખ્ય ઉદ્દેશ છે. અમદાવાદ 2023 U20 અધ્યક્ષે છે. આ વર્ષની થીમ "એક પૃથ્વી એક કુટુંબ એક ભવિષ્ય" પર છ પ્રાધાન્ય ક્ષેત્રોને ઓળખી કાઢ્યા છે.