મીન: આજે આપને જમીન કે કોર્ટ કચેરીના કામમાં ન પડવાની સલાહ આપવામાં આવે છે. મનની ઓછી એકાગ્રતાને કારણે કોઇ કામ મન લગાડીને કરી શકો નહીં. શારીરિક સ્વાસ્થ્યની વધુ સંભાળ લેવાની સલાહ છે. સ્વજનોથી આપનું અંતર વધી શકે છે. ધાર્મિક કાર્યો થાય. કુટુંબના સભ્યો સાથે મતભેદ ટાળવો. નજીકનો લાભ લેવા જતાં નુકસાન ન થાય તેનું ધ્યાન રાખજો. કોઇ સાથે પૈસાની લેવડદેવડ ન કરવી. ગેરસમજ અને અકસ્માતથી બચવું.
મેષ: આજનો દિવસ આપ સામાજિક કાર્યો અને મિત્રો સાથેની દોડધામમાં વ્યતીત કરશો. આપના મિત્ર વર્તુળમાં નવા મિત્રોનો ઉમેરો થશે, મિત્રો પાછળ ધનખર્ચ થાય. વડીલવર્ગ તરફીથ લાભ થાય અને તેમનો સહકાર મળે. આકસ્મિક ધનલાભ મનની પ્રસન્નતા વધારશે. દૂર રહેતા સંતાનોના શુભ સમાચાર જાણવા મળે. પ્રવાસ પર્યટનનું સફળતાપુર્વક આયોજન કરી શકો.
વૃષભ: નોકરી વ્યવસાયના સ્થળે પદોન્નતિના સમાચાર મળે. ઉપરી અધિકારીઓનો સાથ સહકાર મળશે. સરકારી નિર્ણય આપની તરફેણમાં આવતાં લાભ મળે. ગૃહસ્થજીવનમાં સુખશાંતિ રહે. નવા કાર્યોનું આયોજન હાથ ધરશો. અધુરાં કાર્યો પૂર્ણ થશે. દાંપત્યજીવનમાં મધુરતા રહેશે. તંદુરસ્તી જળવાશે. ધન અને માન સન્માનની પ્રાપ્તિ થાય. વેપારીઓને ઉઘરાણીના નાણાં સૂલ કરવા માટે અનુકૂળ દિવસ છે.
મિથુન: આજે આપને થોડી પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડશે. તબિયતમાં થોડી બેચેની અને અશક્તિ વર્તાય. જેના કારણે કોઇપણ કામ કરવાનો ઉત્સાહ મંદ રહે. નોકરી -ધંધાના સ્થળે પણ સાથી કર્મચારીઓનું અને ઉપરી અધિકારીઓનું વલણ સહકાર ભર્યું ન હોતાં માનસિક હતાશા ઉદભવે. સંતાનોની સમસ્યાઓ થોડા વધુ પ્રયાસો સાથે ઉકેલી શકશો. વિરોધીઓ સાથે વાદવિવાદમાં ઉતરવું યોગ્ય નથી. પિતાને હેરાનગતિ થાય.
કર્ક: તન-મનની અસ્વસ્થતા અને નિષેધાત્મક વિચારો દૂર કરને આજના દિવસે તમે મન પ્રફુલ્લિત થાય તેવી પ્રવૃત્તિઓમાં રુચિ લેશો તો આવનારી સમસ્યાને અગાઉથી જ ટાળી શકશો. દરેક બાબતે રીતે ચેતીને ચાલવાની સલાહ આપવામાં આવે છે. આજે આપે ક્રોધને વશમાં રાખવો પડશે. આર્થિક ખર્ચ અનુભવશો પરંતુ પૂર્વાયોજન હશે તો વાંધો નહીં આવે. પરિવારમાં વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું. સરકાર વિરોધી પ્રવૃત્તિથી દૂર રહેવું. નવા કામની શરૂઆત ટાળવી.
સિંહ: આજના દિવસે આપ મનોરંજન તેમજ હરવાફરવામાં સમય પસાર કરશો. એમ છતાં સાંસારિક બાબતો વિશે આપનું વલણ થોડું ઉદાસીન રહેશે. જીવનસાથીનું આરોગ્ય બગડે તેવી સંભાવના છે. વિજાતીય પાત્રો સાથેની મુલાકાત બહુ આનંદદાયક ન રહે. વેપારીઓએ ભાગીદારો સાથે ધીરજથી કામ લેવું પડે. જાહેરજીવન તથા સામાજિક જીવનમાં ઓછી સફળતા મળે.
કન્યા: આજે નોકરી વ્યવસાયના ક્ષેત્રે આપને કામમાં યશ પ્રાપ્તિ થાય તથા સહકર્મચારીઓનો સાથ સહકાર મળી રહે. પારિવારિક વાતાવરણ સુખશાંતિ સભર રહે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે. આર્થિક લાભ વધારે મળે. હરીફો અને પ્રતિસ્પર્ધીઓ સામે આપની જીત થાય. માંદા માણસની તબિયતમાં સુધારો જણાશે. આર્થિક લાભની પ્રાપ્તિ થાય.
તુલા: આજે આપ આપની કલ્પનાશક્તિ અને સર્જનશક્તિને શ્રેષ્ઠ રીતે કામે લગાડી શકશો. બૌદ્ધિક પ્રવૃત્તિઓ કે ચર્ચામાં ભાગ લેવાનું આપને ગમશે. સંતાનો તરફથી શુભ સમાચાર મળે અને તેમની પ્રગતિ થાય. સ્ત્રી મિત્રોનો સહકાર મળશે. પ્રિયપાત્ર સાથેનું મિલન સુખદ રહેશે. વધુ પડતા વિચારોથી મન વિચલિત બને. એકંદરે શારીરિક માનસિક સ્વસ્થતાથી આજના તમામ કાર્ય કરશો.
વૃશ્ચિક: આપને શરીર અને મનમાં અજંપો ટાળવાની સલાહ છે. તેના માટે તમે પોતાની રુચિના કાર્યો કરી શકો છો અથવા ધાર્મિક અને સેવાકીય બાબતોમાં પણ ભાગ લઈ શકો છો. સગાં સ્નેહીઓ સાથે સંઘર્ષ ટાળીને સહકારની ભાવના વધારવી પડશે. આપને નાણાંકીય ખેંચ ના આવે તે માટે અગાઉથી આવક અને ખર્ચનું આયોજન કરવું. આજે જમીન, મિલકત કે વાહનનો સોદો ન કરવો જોઇએ. સ્ત્રીઓ તેમજ જળથી નુકસાન થઇ શકે માટે તેનાથી દૂર રહેવું જોઇએ.
ધન: આજે આપને ગૂઢ રહસ્યવાદ અને આધ્યાત્મિકતાનો રંગ લાગશે. તેથી આ વિષયમાં ઉંડા ઉતરવાનો પ્રયાસ કરશો. નવું કાસ્ય શરૂ કરવા કાર્યરત બનશો. આરોગ્ય જળવાશે અને આપનું મન પણ પ્રસન્ન રહેશે. ટૂંકી મુસાફરી થવાની સંભાવના છે. મિત્રો અને સગાસંબંધીઓ સાથેની મુલાકાત સુખદ રહે. ભાગ્ય આપની સાથે રહેશે. વેપાર ધંધામાં પ્રગતિ થાય.
મકર: આપનો વર્તમાન દિવસ મિશ્રફળદાયી નીવડશે. કુટુંબીજનો સાથે ગેરસમજ કે મનદુ:ખનો પ્રસંગ ઉભો થઈ શકે તેમ હોવાથી પહેલાથી જ શાંત ચિત્ત રાખજો. બિનજરૂરી ખર્ચ થાય. ઓછું બોલવાના લાભનો આજે તેમને ખ્યાલ આવશે. આરોગ્યની બાબતમાં કાળજી લેવી. આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં આપનો દિવસ વીતે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં આજે મન ન લગાવી શકે. શેરબજારમાં મૂડીરોકાણ માટેનું આયોજન કરી શકો. ગૃહિણીઓ આજે કોઇક કારણે અસંતોષની લાગણી અનુભવે.
કુંભ: શારીરિક, માનસિક અને આર્થિક દરેક રીતે આજનો દિવસ આપના માટે સારો નીવડશે. પરિવારજનો સાથે સુરૂચિપૂર્ણ ભોજનનો આસ્વાદ માણશો, મિત્રો સાથે બહાર ફરવા જવાનું આયોજન થાય. તો બીજી તરફ આજે આપની ચિંતનશક્તિ અને આધ્યાત્મશક્તિ પણ સારી રહે. દાંપત્યજીવનની મધુરતા માણી શકો. ભેટ સોગાદો અને ધન પ્રાપ્તિ થાય. પ્રફુલ્લતાથી સમગ્ર દિવસ પસાર થાય.