અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ લઈને રાજકીય પક્ષો (Assembly elections in Gujarat) પૂરજોશમાં જોવા મળી રહ્યા છે. એક પછી એક મોટા નેતાઓ ગુજરાતમાં આવીને કાર્યક્રમ ઉપર કાર્યક્રમ કરી રહ્યા છે, ત્યારે હવે ચૂંટણી પહેલા કોંગ્રેસ પણ સક્રિય થઈ ચૂકી છે. કોંગ્રેસના ચૂંટણી કમાન હવે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત પોતાના હાથમાં લીધા છે. જેને લઈને અશોક ગેહલોત આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. જેમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થવાની શક્યતાઓ રહેલી છે. (Gujarat Congress candidate list)
કોંગ્રેસનો 129 નામનો દાવો સૂત્રો અનુસાર મળતી માહિતી મુજબ કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં દિલ્હીમાં મહત્વની બેઠકો યોજાઇ હતી. જેમાં સોનિયા ગાંધી સહિતના લોકો હાજર રહ્યા હતા. લાંબા મંથન (Congress Screening Committee meeting) બાદ ત્રણ દાયકાથી જે બેઠકો કોંગ્રેસ હારે છે તે બેઠકના ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બેઠકમાં કોંગ્રેસમાં જે ઉમેદવાર જીતી શકે છે તેવા નામની ચર્ચા થઈ છે. આ સાથે વિપક્ષના નેતા જસુખરામ રાઠવાનો મોટો દાવો કર્યો છે કે 129 નામ નક્કી થઈ ગયા છે.
કોંગ્રેસની રાજકિય રણનીતિ એવા પણ સુત્રો મળી રહ્યા છે કે, વર્તમાન ધારાસભ્યો સિવાય 35 ઉમેદવારો સ્ક્રિનિંગ કમિટીએ નક્કી કરી લીધા છે. જ્યારે 50થી 65ના બેઠકના ઉમેદવારોના ઉપર CEC એ મંજૂરી આપી હોવાનું જણાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ (gujarat congress committee) પક્ષે જે બેઠકો પર ગત ચૂંટણીમાં બહુ ઓછા બહુમતીથી હારી હતી. તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમાં સ્થાનિક હારેલા ધારાસભ્યો કે જેવો હજુ કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તેઓને તેમના હારના કારણો જોઈને તેમાં સુધારો કરવા આગામી ચૂંટણીમાં બેઠકો ઉપર સામા પક્ષને મજબૂત રીતે લડત આપી શકે તેની રણનીતિ નક્કી કરી દેવામાં આવી છે.
ગઠબંધનથી કોંગ્રેસને ફાયદો નુકસાન ઉપરાંત આ વર્ષે આમ આદમી પાર્ટીને સામે પણ કઈ રીતે લડત આપવી તેની તૈયારી કરી દેવાનું જણાવા મળી રહ્યું છે. કોંગ્રેસ સાથે આ વખતે BTP અને NCP બંને પાર્ટીઓ ગઠબંધન પ્રયાસમાં હોવાની માહિતી મળી રહી છે. પરંતુ મળતી માહિતી મુજબ કોંગ્રેસ NCP સાથે એક પણ સીટ પર ગઠબંધન કરે તેવી શક્યતા દેખાતી નથી. કોંગ્રેસના જ સૂત્ર તરફથી NCP વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે જોડાણ કરે છે અને રાજ્યસભાની ચૂંટણીમાં દર વખતે વોટ ભાજપને આપે છે, આમ NCP સાથેના જોડાણથી કોંગ્રેસને કોઈ ફાયદો થતો નથી. ગત વખતે પણ કોંગ્રેસે NCP સાથે સાત સીટો પર ગઠબંધન કર્યું હતું, પરંતુ NCPના ઉમેદવારો બીજા ક્રમે પણ બતાવી શક્યા એવામાં કોંગ્રેસના ફાયદો તો કોઈ નથી પરંતુ નુકસાન થવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે. (Gujarat Assembly elections 2022)
પ્રિયંકા ગાંધીનો રોડ શો ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને વડાપ્રધાન મોદી ફરીથી 31 ઓક્ટોબરે ગુજરાત આવી રહ્યા છે. તો બીજી બાજુ દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ અને ભગવત માન પણ આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસમાં છે, ત્યારે હવે કોંગ્રેસે પણ પોતાના ચૂંટણી પ્રચારની જવાબદારી અશોક ગેહલોતને સોંપી દીધી છે. તો આ તરફ હવે પ્રિયંકા ગાંધી પણ ગુજરાત પ્રવાસે આવીને રોડ શો કરે તેવી તમામ શક્યતાઓ સેવાઇ રહી છે.(Congress Assembly Elections Preparations)