મુંબઈઃ અશોક લેલેન્ડે ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં જણાવ્યું છે કે GSRTC દ્વારા કંપનીને 1,282 ફુલ્લી બિલ્ટ બસોનો ઓર્ડર આપ્યો છે. રાજ્ય સરકાર તરફથી કુલ 4,000 બસોનો ઓર્ડર કરાયો છે જેમાં આ 1,282 બસના ઓર્ડર સાથે ડીલની શરૂઆત કરવામાં આવી છે. કંપનીઓ વધુમાં જણાવ્યું છે કે તેમની બસો કિફાયતી અને મજબૂત હોવાને લીધે આ ઓર્ડર મળ્યો છે.
અશોક લેલેન્ડ દ્વારા ગુજરાત સરકારને 55 સીટેડ ફુલ્લી એસેમ્બલ્ડ BS VI diesel બસ પૂરી પાડવામાં આવશે. આ કંપની અને GSRTC વચ્ચે ઘણા લાંબા સમયથી વ્યાપારિક સંબંધો છે. GSRTCના બસ કાફલામાં 2,600થી વધુ બસો અત્યારે સફળતાપૂર્વક કાર્યરત છે. આ 2,600 બસોમાં 320 જેટલી ફુલ્લી મિડિ બસનો સમાવેશ થાય છે...સંજીવકુમાર(પ્રેસિડન્ટ, મીડિયમ એન્ડ હેવી વ્હીકલ્સ એટ અશોક લેલેન્ડ)
11મીટર લાંબી હશે નવી બસઃ આ 1,282 બસોનો ઓર્ડર સરકાર દ્વારા અપાનારા 4,000 બસોના ઓર્ડરની શરૂઆત છે. આ બસો 11 મીટર લાંબી ફુલ્લી એસેમ્બલ્ડ ડીઝલ બસીસ BS VI OBD II ટેકનોલોજીથી સજ્જ હશે. આ બસની બોડીની બનાવટમાં AIS 052 and AIS 153 CMVR bus body સ્ટાન્ડર્ડ જાળવવામાં આવશે.
કંપનીનું ઓફિશિયલ સ્ટેટમેન્ટઃ અશોક લેલેન્ડ કંપનીની બસો કિફાયતી અને મજબૂતીને કારણે બહુ પોપ્યુલર છે. ગુજરાત રાજ્યના GSRTC વિભાગ સિવાય અનેક રાજ્યોમાં અશોક લેલેન્ડની બસો સફળતાથી કાર્યરત છે. તેવું કંપની પોતાના ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં માહિતી આપી હતી.