શહેરના મહામંત્રી કમલેશ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ શાહપુર એકતા સમિતિ નામનું વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે. જે ગ્રુપમાં ગુલામ ફરીદ નામના ઇસમે વિવાદિત આસારામ, રામ રહીમ અને પાકિસ્તાનના PM ઇમરાનખાનનો ભાજપના સભ્યપદના કાર્ડનો ફોટો વાયરલ કર્યો હતો.
ગુનાહિત રેકોર્ડ ધરાવતા લોકોના ભાજપના અભિયાન હેઠળ બોગસ આઇકાર્ડ બનાવી વાયરલ કરતા લોકોમાં ભાજપ માટેનો ખોટો સંદેશો જાય તેવો આરોપ લગાવી સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોધાવવામાં આવી છે. જે અંગે સાયબર ક્રાઈમેં તપાસ હાથ ધરી છે.