ETV Bharat / state

કેજરીવાલ 3 દિવસ ગુજરાતના પ્રવાસે,થઈ શકે છે મોટો ચૂંટણીલક્ષી વાયદો - અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર 2022માં આવી રહી છે,ત્યારે દિલ્લીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે સાંજે 3 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.જેમાં વેપારીઓ,ઓટો ડ્રાઈવર સહિત લોકો સાથે સંવાદ કાર્યક્રમમાં ભાગ લેશે.ગુજરાતની જનતાને વધું એક ગેરંટી આપશે.Gujarat Assembly Elections 2022, Arvind Kejriwal on a tour of Gujarat, Delhi Chief Minister Arvind Kejriwal

Etv Bharatઆજથી કેજરીવાલ 3 દિવસ માટે ગુજરાતના પ્રવાસે,જનતાને મળી શકે છે વધું એક ભેટ

author img

By

Published : Sep 11, 2022, 4:31 PM IST

Updated : Sep 11, 2022, 6:09 PM IST

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) આવનારા દિવસોમાં યોજાવવા જઈ રહી છે, ત્યારે વિવિધ રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓનો ગુજરાત પ્રવાસ વધી રહ્યો છે. જેમાં ખાસ કરીને આમ આદમી પાર્ટી પણ એડીચોટીનું જોર લગાવી રહી છે, ત્યારે વધુ ત્રણ દિવસ માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે (Arvind Kejriwal on a tour of Gujarat)આવી રહ્યા છે, ત્યારે વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો સાથે ટાઉનહોલ કાર્યક્રમ કરશે. અમદાવાદના કાર્યક્રમમાં વધુ એક ગેરંટી આપશે.

આજે સાંજે અમદાવાદ આવશેઃઆમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આ સાંજે અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. આજે સાંજે 7 વાગ્યાની આસપાસ રોકાણ અમદાવાદ ખાતે કરવામાં આવશે, જ્યારે બીજા દિવસે સવારે એટલે કે, 12 સપ્ટેમ્બરે સવારે 10 વાગે ઓટોરિક્ષા ડ્રાઇવર સાથે અને બપોર 12 વાગે વેપારીઓ સાથે અને સાંજે 4 વાગે એડવોકેટ સાથે ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લેશે, જેમાં અમદાવાદ શહેરના ઓટો ડ્રાઈવરોની સમસ્યાઓ જાણવાનો પ્રયત્ન કરશે.

કેજરીવાલની ગેરંટીઃઆમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે અગાઉ પણ, ગુજરાતના પ્રવાસે આવીને બેરોજગાર યુવાનોને 3000 બેરોજગારી ભથ્થુ આપવાની જાહેરાત કરી હતી. 18 વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાઓને સન્માન પેટે ₹1,000ની રાશિ આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે. ગુજરાતની જનતાને વીજળી આપવાની ગેરંટી આપી ચૂક્યા છે.ગુજરાતના દરેક પરિવારને દર મહિને 300 યુનિટ સુધી વીજળી આપવાની જાહેરાત કરી છે.

જનતાને વધુ એક ગેરંટી આપવામાં આવશેઃદિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Delhi Chief Minister Arvind Kejriwal) વધુ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે ગુજરાતની જનતાને 13 સપ્ટેમ્બરના બપોર 12 વાગે વધુ ગેરંટી આપશે.અગાઊ પણ ગુજરાતની જનતાને ગેરંટી આપી ચૂક્યા છે. આ ગેરેન્ટી આપ્યા બાદ, સાંજે 4 વાગે સાફ-સફાઈના કર્મચારીઓ સાથે પણ એક ટાઉનહોલ કાર્યક્રમ યોજશે.ત્યારબાદ સાંજે દિલ્હી પરત જશે.

Last Updated : Sep 11, 2022, 6:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.