દીપકભાઈ પોતાની કલાકૃતિને બુધવારથી ઓનલાઇન હરાજી કરવા માટે મૂકશે અને વધુમાં વધુ રકમ મળે તેવા પ્રયત્નો કરશે. આ સાથે જ 2009માં તેમને જે ગોલ્ડ મેડલ મળેલ છે તે પણ વેચીને તેની જે કિંમત ઉપજશે તેને પણ શહીદોના પરિવારજનોને આપશે. આ ઉપરાંત આવતા વર્ષે તેમની દીકરીના લગ્ન છે ને પણ સાદાઈથી કરશે અને જે વધારાનો ખર્ચ બચશે તે પણ શહિદોના પરિવારજનોને આર્થિક મદદરૂપે આપશે.
દીપકભાઈ ભટ્ટે જણાવ્યું કે, આતંકવાદી હુમલામાં જવાનો શહીદ થવાની ઘટના આઘાત જનક હતી. સંકટના સમયમાં સમગ્ર દેશ શહીદોના પરિવાર સાથે ઉભો છે. શહીદોના પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ બનવાની દિશામાં એક નાની પહેલ કરતા તેમની કલાકૃતિને ઓનલાઇન હરાજી કરવાનો નિર્ણય કર્યો છે.
દીપકભાઈ એ વધુમાં જણાવ્યું કે, તેમના આ કાર્યથી પ્રેરણા લઈને શહીદ જવાનોના પરિવારજનોને આર્થિક રીતે મદદ કરવા અન્ય લોકો પણ પ્રેરાય તેવી અમને આશા છે.
ઉલ્લેખનીય છે કે, દિપકભાઇ ભટ્ટ મિનિએચર આર્ટિસ્ટ છે. તેમણે ચોખાના દાણા ઉપર ૩૯૬ લખેલા છે. આ ઉપરાંત તેમણે સચિન તેંડુલકરને તલના દાણા ઉપર 148 શુભેચ્છા પત્ર પણ આપેલો છે. તેમજ રાયના દાણા ઉપર યોગીજી મહારાજની મૂર્તિ બનાવી છે. તેમની સાથે તેમની દીકરી દેવાંશી અને તેમનો પુત્ર મીનીએચર આર્ટિસ્ટ છે.