અમદાવાદ : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોરોનાના દર્દીઓની સારવારની પોલિસીમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ICMR સમયાંતરે પ્રોટોકોલમાં ફેરફાર કરે છે. ત્યારે ગુજરાતમાં પણ કેન્દ્રની ગાઇડલાઇન પ્રમાણે દર્દીઓને રજા આપવામાં આવશે.
મુખ્યપ્રધાનના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું કે હોસ્પિટલમાં દાખલ દર્દીની સ્થિતિ સામાન્ય રહેશે તો તેમને 10 દિવસ બાદ રજા આપવામાં આવશે. એટલું જ નહિ આવા દર્દીઓને રજા આપતી વખતે તેમનો કોરોના ટેસ્ટ પણ કરવાની જરૂર નહી રહે. જ્યારે કે સરેરાશ અને ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓને પણ ગાઇડલાઇન મુજબ ટેસ્ટ કર્યા બાદ અને તેમની સ્થિતિ સામાન્ય બન્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવશે.