ETV Bharat / state

રાજ્યના નવા ડીજીપી તરીકે 1985 બેચના આશિષ ભાટીયાની નિમણૂક

author img

By

Published : Jul 31, 2020, 6:59 PM IST

રાજ્યમાં શિવાનંદ ઝાની વય નિવૃત્તિને કારણે ખાલી પડેલી રાજ્યના રાજ્ય પોલીસ વડાની જગ્યા ઉપર આશિષ ભાટીયાની નિમણૂક કરવામાં આવી છે. 1985 બેચના આશિષ ભાટીયા હાલમાં અમદાવાદ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યાં હતાં. જેઓ આવતીકાલે રાજ્ય પોલીસ વડાનો ચાર્જ સંભાળે તેવી શક્યતા જોવા મળી રહી છે.

રાજ્યના નવા ડીજીપી તરીકે 1985 બેચના આશિષ ભાટીયાની નિમણૂક
રાજ્યના નવા ડીજીપી તરીકે 1985 બેચના આશિષ ભાટીયાની નિમણૂક

ગાંધીનગરઃ રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું હતું કે રાજ્યમાંથી ત્રણ નામ મોકલવામાં આવ્યાં હતાં. જેમાં આશિષ ભાટીયા, રાકેશ અસ્થાના અને વિનોદ મલનું નામ મોકલવામાં આવ્યું હતું. જેમાંથી આશિષ ભાટિયાને નિમણૂક આપવામાં આવી છે. જ્યારે અમદાવાદ કમિશનર તરીકે આગામી દિવસોમાં નવું નામ જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

રાજ્યના નવા ડીજીપી તરીકે 1985 બેચના આશિષ ભાટિયાની નિમણૂક

રાજ્યના નવા વરાયેલાં ડીજીપી આશિષ ભાટીયાનો ટૂંક પરિચય આપીએ તો તેઓની પોલીસબેડામાં શાંત અને મક્કમ પોલીસ અધિકારી તરીકે નામના મેળવી છે. તેઓને ગુનો ઉકેલવામાં મહારત હાંસલ છે. તેમનો કાર્યકાળ એકાદ અપવાદને બાદ કરતાં સ્વચ્છ અધિકારી તરીકેની છાપ ધરાવે છે. આશિષ ભાટીયા અમદાવાદના માહોલ અને ગુનેગારોથી પણ ખૂબ જ સારી રીતે જાણકાર માનવામાં આવે છે કારણ કે તેઓ અમદાવાદના ડીસીપી અને ક્રાઈમ બ્રાન્ચના જોઇન્ટ પોલીસ કમિશનર પણ રહ્યાં છે. અમદાવાદની ઐતિહાસિક બોમ્બ બ્લાસ્ટની ઘટનાના તાર ઉકેલવામાં પણ તેમનો ફાળો મહત્ત્વનો માનવામાં આવે છે. 2008માં થયેલાં શ્રેણીબદ્ધ ધડાકાના કેસને ઉકેલી આરોપીઓ સુધી પહોંચવાનું માન તેમને મળેલું છે.

આશિષ ભાટીયાના નામ સાથે નકારાત્મક કેસની વાત કરીએ તો તેમના તાબામાં રહેલા એક આરોપીનું શંકાસ્પદ મોત થયું હતું અને તેની સુપ્રીમ કોર્ટ દ્વારા નીમાયેલી ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી જેનો રીપોર્ટ સુપ્રીમને આપી દેવામાં આવ્યો છે. કસ્ટોડીયલ ટોર્ચરનો અન્ય એક કેસ પણ ચાલે છે. આશિષ ભાટીયા ગુજરાતના 38માં નવા ડીજીપી પદેે વરાતાં તેમના ચાહકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.