ETV Bharat / state

અમદાવાદ બોમબ્લાસ્ટના આરોપીઓની વિડીયો કોન્ફરન્સ દ્વારા ન્યાયાલય સમક્ષ રજૂ કરવા માંગ - present

અમદાવાદ: વર્ષ 2008 અમદાવાદ બૉમ્બ બ્લાસ્ટના આરોપીઓને મધ્યપ્રદેશ જેલમાંથી અમદાવાદ સેન્ટ્રલ જેલ ટ્રાન્સફર કરવા બાબતે મંગળવારે રાજ્ય સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી. અમદાવાદ સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી દરમિયાન આરોપીઓને શારીરિક રીતે હાજર રહેવાની જરૂર ન વર્તાતી હોવાનું રાજ્ય સરકારે જણાવ્યું છે.

zsvf
author img

By

Published : Jul 10, 2019, 5:15 AM IST

જસ્ટિસ એસ.એચ.વોરાની કોર્ટમાં સરકાર પક્ષે રજૂઆત કરતાં મિતેશ અમીને હાઇકોર્ટ સમક્ષ આરોપીઓ શારીરિક રીતે સ્પેશિયલ કોર્ટમાં હાજર ન રહેવાની ભલામણ કરી હતી. આરોપીઓને સુનાવણી દરમિયાન શારીરિક રીતે હાજર રહેવાની જરૂર નથી અને વીડિયો કોન્ફરન્સિંગ થકી પણ કાર્યવાહી હાથ ધરી શકાય છે તેવી માંગ સરકાર દ્વારા કરાઈ છે.

વર્ષ 2017માં મધ્ય પ્રદેશમાં આંતકી પ્રવૃતિ હેઠળ જેલમાં બંધ 7 આરોપીઓએ કોર્ટ સમક્ષ માંગ કરી હતી કે તેમની વકીલ સાથે કોઈ પ્રકારની વાતચીત થતી નથી. જેથી તેમને દૂર કરવામાં આવે. કોર્ટે આરોપીઓની માંગ ન સ્વીકારતા બીજા દિવસે કોર્ટને અરજી લખી હતી. જો કે આરોપીઓએ તેમને સાબરમતી સેન્ટ્રલ જેલ ટ્રાન્સફર કરવાની માંગ મુદ્દે કોર્ટે હાલ કોઈ ઓર્ડર આપ્યો નથી. ઉલ્લેખનીય છે કે વકીલોને દૂર કરવા માટે પણ આ પ્રકારની રણનીતિ આરોપીઓએ દ્વારા ઘડાઈ હોવાની શંકા કૉર્ટે વ્યક્ત કરી હતી.

બાદમાં કોર્ટે વિડિઓ કોંફેરેન્સ બાદ વકીલો સાથે વાતચીતનો આરોપીઓને પુરતો સમય આપવામાં આવશે એવી ખાતરી આપી હતી. વકીલો વધુ તપાસ માટે ભોપાલ પણ ગયા છે, લગભગ 1139 સાક્ષીઓની ઉલટ તપાસ પણ તેમના દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અગાઉ પણ કોર્ટે ઝાટકણી કાઢતા કહ્યું કે, તેમની હાજરીમાં કેસની સુનાવણી કરવામાં આવે એના માટે આરોપીઓ દ્વારા જાત જાતની માંગ કરવામાં આવી રહી છે.આ સાથે જ કોર્ટે નોંધ્યું કે, આરોપીઓ ભોપાલ સેન્ટ્રલ જેલમાં પણ જેલ સત્તાધીશો અને સ્ટાફ સાથે યોગ્ય વર્તન કરતા નથી. દેશની જુદી જુદી જેલમાં બંધ આશરે 78 જેટલા આરોપીઓની કોર્ટે વિડિઓ કોંફેરસેન્સ મારફતે સુનાવણી કરી છે.

Intro:વર્ષ 2008 અમદાવાદ બૉમ્બ બ્લાસ્ટના આરોપીઓને મધ્યપ્રદેશ જેલમાંથી અમદાવાદ સેન્ટ્રલ જેલ ટ્રાન્સફર કરવા બાબતે મંગળવારે રાજ્ય સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે અમદાવાદ સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી દરમિયાન આરોપીઓને શારીરિક રીતે હાજર રહેવાની જરૂર લાગતી નથી...

Body:જસ્ટિસ એસ.એચ.વોરાની કોર્ટમાં સરકાર વતી રજૂઆત કરતા મિતેશ અમીને પણ હાઇકોર્ટની આરોપીઓ અને શારીરિક રીતે સ્પેશિયલ કોર્ટમાં હાજર ન રહેવાની ભલામણને ટેકો આપ્યો હતો.. આરોપીઓને સુનાવણી દરમિયાન શારીરિક રીતે હાજર રહેવાની જરૂર નથી અને વીડિયો કોન્ફરન્સિંગ થકી પણ કાર્યવાહી હાથ ધરી શકાય છે....

વર્ષ 2017માં મધ્ય પ્રદેશમાં આંતકી પ્રવુતિ હેઠળ જેલમાં બંધ 10 પૈકી 7 આરોપીઓએ જે હાલ ભોપાલ સેન્ટ્રલ જેલમાં બંધ છે તેમને કોર્ટ સમક્ષ માંગ કરી હતી કે તેમની વકીલ સાથે કોઈ પ પ્રકારની વાતચીત થતી નથી જેથી તેમને દૂર કરવામાં આવે...કોર્ટે આરોપીઓની માંગ ન સ્વીકારતા બીજા દિવસે કોર્ટને અરજી લખી હતી. આરોપીઓએ તેમને સાબરમતી સેન્ટ્રલ જેલ ટ્રાન્સફર કરવાની માંગ મુદ્દે કોર્ટે હાલ કોઈ ઓર્ડર આપ્યો નથી જોકે કોર્ટે નોંધ્યું કે વકીલઓને દૂર કરવા માટે પણ આ પ્રકારની રણનીતિ આરોપીઓએ દવારા ઘડાઈ હોઈ શકે એવી શંકા વ્યક્ત કરી હતી...

કોર્ટે વિડિઓ કોંફેરેન્સ બાદ વકીલો સાથે વાતચીતનો આરોપીઓને પુરતો સમય આપવામાં આવશે એવી ખાતરી આપી હતી..વકીલો તપાસ માટે ભોપાલ પણ ગયા છે લગભગ 1139 સાક્ષીઓની ઉલટ તપાસ પણ તેમના દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે...Conclusion:અગાઉ કોર્ટે ઝાટકણી કાઢતા કહ્યું કે તેમની હાજરીમાં કેસની સુનાવણી કરવામાં આવે એના માટે આરોપીઓ દ્વારા જાત જાતની માંગ કરવામાં આવી રહી છે..કોર્ટે નોંધ્યું કે આરોપીઓ ભોપાલ સેન્ટ્રલ જેલમાં પણ જેલ સત્તાધીશો અને સ્ટાફ સાથે યોગ્ય વર્તન કરતા નથી. આરોપીઓ કાર્યવાહીને કાને લેતા નથી અને અંદર અંદર હસી મજાક કરતા હોવાની પણ કોર્ટે નોંધ લીધી છે..દેશની જુદી જુદી જેલમાં બંધ આશરે 78 જેટલા આરોપીઓની કોર્ટે વિડિઓ કોંફેરસેન્સ મારફતે સુનાવણી કરી છે..2008માં અમદાવાદમાં થયેલા બૉમ્બ બ્લાસ્ટમાં કુલ 56 લોકોના મોત થયા હતા.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.