અમદાવાદ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના બની છે એમાં કોંગ્રેસ દ્વારા એવા પ્રહાર કરવામાં આવ્યા છે કે સરકારે જે એસઆઇટીની રચના કરવામાં આવેલી છે તે એસઆઇટીમાં ફક્ત સરકારને આધીન ઓફિસરને જ શામેલ કરવામાં આવ્યા છે. આ સાથે જ આ એસઆઇટીની જે રચના( SIT for Morbi Bridge Collapse investigation ) કરવામાં આવી છે એને તોડી નાખવામાં આવે અને નિષ્પક્ષ રીતે એસઆઇટી બનાવવામાં આવે એવી વિપક્ષ કોંગ્રેસ દ્વારા માગ ( Appeal to High Court by Congress ) કરવામાં આવી છે.
એસઆઈટી વિશે કોંગ્રેસના સવાલો કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા આલોક શર્માએ જણાવ્યું હતું કે આ સરકાર બધી રીતે આજે પણ ગુજરાતની જનતાને ભ્રમિત કરી રહી છે. સૌથી પહેલી વસ્તુ એ જ છે કે જે એસઆઇટી ( SIT for Morbi Bridge Collapse investigation ) બનાવવામાં આવી છે એનો હજી સુધી ઓફિસિયલ લેટર આપણને જોવા મળ્યો નથી. આ ઘટના વિશે લોકોને જેટલી પણ જાણકારી છે તેને છુપાવી દેવામાં આવે. જનતા સુધી કોઈ પણ વાત પહોંચવી ન જોઈએ. એસઆઇટી બની કોણે બનાવી કોના આદેશથી બની અને કોણ કોણ મેમ્બર છે એ બધી જ વાત આ સરકાર સોશિયલ મીડિયમના માધ્યમથી જણાવવા માંગે છે. આ વાત ખૂબ જ દુઃખદ છે.
જાહેર હિતમાં સુઓમોટો કોંગ્રેસ પાર્ટી દ્વારા ડિમાન્ડ કરવામાં આવે છે કે, આ એસઆઇટીને ( SIT for Morbi Bridge Collapse investigation ) તરત જ ભંગ કરવામાં આવે. આ એસઆઇટી કેવળ એક દેખાડો છે. કોંગ્રેસ પાર્ટી હાઇકોર્ટ ચીફ જસ્ટિસને નિવેદન કરે છે કે આ મામલે સુઓ મોટો લઈને ( Suo moto in public interest ) આ એસઆઇટીને સ્ક્રેપ કરવામાં આવે અને એક સ્વતંત્ર એસઆઇટી બનાવવામાં આવે. જેમાં હાઇકોર્ટ ( Appeal to High Court by Congress ) અને સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ હોય એના મોનિટરિંગમાં આ એસઆઇટી કામ કરે.
જગદીશ ઠાકોરનો પત્ર મહત્વનું છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા નામદાર હાઇકોર્ટના જજને ( Appeal to High Court by Congress ) વિનંતી પત્ર લખીને હાલની એસઆઇટીને ( SIT for Morbi Bridge Collapse investigation ) વિખેરી નાખી અને સુપ્રીમ કોર્ટ હાઇકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં નવી સીટ રચના કરવામાં આવે એવો પત્ર પાઠવવામાં આવ્યો છે. તેમાં જાહેર હિતમાં સુઓમોટો ( Suo moto in public interest )કરવા માટે પણ વિનંતી કરેલી છે.