અમરેલીઃ કોરોનાની મહામારીએ આખા વિશ્વને ભરડામાં લીધું છે. અમરેલી જિલ્લામાં કોરોના સંક્રમીતોની સંખ્યામાં ધીરે- ધીરે વધારો જોવા મળી રહ્યો છે. 30 મેના રોજ અમદાવાદના નિકોલથી અમરેલી પરત આવેલા 23 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
અમરેલી જિલ્લામાં કોરોના સક્રમીતોની સંખ્યામાં ધીરે- ધીરે વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી અમરેલીમાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો, પરંતુ આજ રોજ ફરી એક પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.
30 મેના રોજ અમદાવાદના નિકોલથી અમરેલી પરત આવેલા 23 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઇને તંત્ર દ્વારા દર્દીના કોન્ટેક્ટમાં આવેલા તમામ લોકોની ટ્રેસિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે, તો દર્દીના રેહઠાણની આસપાસનો વિસ્તાર કંનટેન્ટમેન ઝોન જાહેર કરવામાં આવશે.અમરેલી જિલ્લામાં અત્યારસુધી 2 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં 1 વ્યક્તિનું દુઃખદ અવસાન થયું છે, અને 3 દર્દીઓ કોરોના સામે જંગ જીતી ઘરે પરત ફર્યા છેે..