ETV Bharat / state

ગુજરાત યુનિવર્સિટીને મેઈલ ન મળતા વિદ્યાર્થીને કરાયો ફેેઈલ

ગુજરાત યુનિવર્સિટી વધુ એક બેદરકારી સામે આવી છે. જેનું પરિણામ વિદ્યાર્થીએ ભોગવવું પડ્યું છે. વિદ્યાર્થીએ કોરોના કાળમાં યુનિવર્સિટીએ નક્કી કરેલા એસાઈમેન્ટ ઓનલાઇન સબમિટ કરાવ્યા હતા, પરંતુ યુનિવર્સિટીને ના મળતા વિદ્યાર્થીને ફેલ કરાયો છે. વિદ્યાર્થી યુનિવર્સિટીએ પહોંચતા તેને આશ્વાસન આપવામાં આવે છે, પરંતુ વિદ્યાર્થીને હજુ ધક્કા ખાવા પડે છે.

ગુજરાત યુનિવર્સિટીની વધુ એક બેદરકારી સામે આવી

author img

By

Published : Apr 1, 2021, 10:28 PM IST

  • ગુજરાત યુનિવર્સિટીની વધુ એક બેદરકારી સામે આવી
  • યુનિવર્સિટીને વિદ્યાર્થીએ કરેલા ઇમેલ ના મળતા વિદ્યાર્થીને નાપાસ કરાયો
  • વિદ્યાર્થી ચિંતામાં મુકાયો

અમદાવાદ: ગયા વર્ષે કોરોનાને કારણે યુનિવર્સિટીની પરીક્ષા લેવામાં આવી ન હતી, ત્યારે યુનિવર્સિટી દ્વારા એસાઈમેન્ટ લખીને ઓનલાઇન સબમિટ કરાવવામાં વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું હતું. બી.કોમ સેમેસ્ટર -4માં એક્સટર્નલ તરીકે પરિક્ષા આપી રહેલા શુભમ કલવાડે નામના વિદ્યાર્થીએ 19 જાન્યુઆરીના એસાઈમેન્ટ 16 જાન્યુઆરીએ સબમિટ કરાવ્યા હતા. એસાઈમેન્ટ સબમિટ કરવાની અંતિમ તારીખ 19 જાન્યુઆરી હતી, છતાં વહેલા કરાવ્યા હતા અને જ્યારે 5 માર્ચે રિઝલ્ટ આવ્યું ત્યારે શુભમ તમામ વિષયોમાં ફેલ હતો. જેથી તે જોઈને તેને ધ્રાસકો લાગ્યો હતો. જેથી તે બીજા દિવસે યુનિવર્સિટી ગયો હતો અને રિઝલ્ટ અંગે વાતચીત કરી હતી, ત્યારે ત્યાં તેને જણાવવામાં આવ્યું કે, આવું બીજા વિદ્યાર્થી સાથે પણ થયું છે. જેથી તું એક અરજી અને અગાઉના સેમેસ્ટરની માર્કશીટ આપી દેજે. જેથી શુભમે માર્કશીટ અને અન્ય ઝેરોક્ષ જમા કરાવી હતી. જે બાદ શુભમ 15 દિવસ બાદ ફરીથી યુનિવર્સિટી તપાસ માટે ગયો હતો. ત્યાં ઇન્કવાયરી કાઉન્ટર પણ તેને રજૂઆત કરી ત્યારે જણાવવામાં આવ્યું કે, આવું અન્ય વિદ્યાર્થીઓ સાથે પણ થયું છે. જે અંગે પ્રોસેસ ચાલુ છે માટે રાહ જો પાસ કરી દેવાશે, નહી તો ફરીથી પરીક્ષા આપવા માટે તૈયારી શરૂ કરી દેજે.

યુનિવર્સિટીને વિદ્યાર્થીએ કરેલા ઇમેલ ના મળતા વિદ્યાર્થીને નાપાસ કરાયો

આ પણ વાંચો - ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફાયર સેફટીને લગતો NOC પરિપત્ર જાહેર

ફરીથી રિઝલ્ટ જાહેર કરવામાં આવશે

આ મામલે ગુજરાત યુનિવર્સિટીના પરિક્ષા નિયામક કલ્પેન વોરા સાથે વાત કરતા તેમને જણાવ્યું કે, આ બાબત અમારા ધ્યાનમાં છે. અમે વિદ્યાર્થીઓની અરજી લીધી છે અને આગળની પ્રક્રિયા હાલ ચાલુ છે. વિદ્યાર્થીએ ઈમેલ કર્યો તે કોઈ કારણસર ના મળ્યો હોય અથવા એસાઈમેન્ટ અપલોડ ના થયો હોય તો પણ ફેલ કરવામાં આવ્યો હોય. જેથી તે અંગે ચકાસણી કરીને ફરીથી રિઝલ્ટ જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો - ગુજરાત યુનિવર્સિટીમાં ગ્રંથોનું પ્રદશન યોજાયું

વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં

બીજી તરફ સેમ-6ની પરીક્ષા આવી રહી છે અને હજુ સુધી સેમ-4ના પરિણામમાં છબરડો હોવાને કારણે અનેક વિદ્યાથીઓ ચિંતામાં મુકાયા છે. પરીક્ષા આપ્યા બાદ વિદ્યાર્થીઓને નોકરી અને આગળના અભ્યાસ અંગે તૈયારી કરવી હોય છે, પરંતુ ગુજરાત યુનિવર્સિટીની બેદરકારીનું પરિણામ વિદ્યાર્થીઓ ભોગવી રહ્યા છે ત્યારે યુનિવર્સિટી ક્યાં સુધી આવી બેદરકારી કરીને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરતી રહેશે તે જોવું રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.