ETV Bharat / state

નાની વયે હૃદયની અસામાન્ય બીમારી, ડોક્ટરોએ આપ્યું નવજીવન - unusual heart disease at a young age

અમદાવાદમાં જીસીએસ હોસ્પિટલના કાર્ડિયોલોજીસ્ટ્સની ટીમ (doctors gave him a new life) દ્વારા એક રેરેસ્ટ ઓફ ધ રેર એવી જટિલ સર્જરી કરવામાં હતી. જેમાં એક સાથે બ્લોક થયેલા હૃદયની ધમનીઓ ખોલવી અને વધારાની નળીઓ બંધ કરવી સર્જરી એક જ સાથે કરવામાં આવી હતી.

નાની વયે હૃદયની અસામાન્ય બીમારી, ડોક્ટરોએ આપ્યું નવજીવન

author img

By

Published : Oct 13, 2022, 5:35 PM IST

અમદાવાદ હૃદયનું મુખ્ય કામ શરીરને શુદ્ધ લોહી પહોંચાડવાનું અને અશુદ્ધ લોહી પાછું લેવાનું હોય છે. જો હૃદયને જ કામ કરવા માટે પૂરતું લોહી ન મળે તો? આવી જ ઘટના વલસાડના રહેવાસી દિપીકા જોડે બની હતી. જેમને 39 વર્ષની નાની વયે હૃદયની અસામાન્ય તકલીફ (Rarest of the rare case) થઇ હતી. તેમના હૃદયમાં સામાન્ય ધમની સાથે સાથે એક વધારાની ધમની પણ હતી. જે મુખ્ય ધમનીમાંથી લોહી ચોરીને જમણા કર્ણકમાં પહોંચાડતી હતી.

અચંબાભર્યું તારણ દીપિકાને 2-3 વર્ષથી જ આર્થરાઈટીસની તકલીફ હતી. જેની તેઓ દવા કરાવતા હતા. પરંતુ છેલ્લા 3-4 મહિનાથી તેમને શરીર પર ખુબ સોજો, શ્વાસ લેવામાં તકલીફ અને હૃદયના ધબકારા ખુબ જ જોરથી સંભળાવાની તકલીફ શરુ થઇ હતી. વલસાડથી લઈને મુંબઈ સુધી ઘણા ડોકટરોને બતાવ્યા છતાં કોઈ રાહત મળી ન હતી. પછીથી તેઓ જીસીએસ હોસ્પિટલ (GCS Hospital) ખાતે બતાવવા આવ્યા. જ્યાં તેમને સૌપ્રથમ સોજા માટે સારવાર કરવામાં આવી. તે તકલીફ મટતા કાર્ડિયોલોજીસ્ટ (team of cardiologists) ડો. રૂપેશ સિંઘલ દ્વારા એન્જીઓગ્રાફી કરવામાં આવી. જેમાં ખુબ અચંબાભર્યું તારણ આવ્યું હતું કે દિપીકા હૃદયમાં સામાન્ય ધમની સાથે સાથે એક વધારાની ધમની પણ હતી. જે હૃદયના સ્નાયુઓને લોહી પહોંચાડતી નસોમાંથી લોહી જમણા કર્ણકમાં એક વધારાની ધમની દ્વારા જતું હતું.

બે નસોમાં બ્લોકેજ જેના કારણે હૃદયના સ્નાયુઓને પૂરતું લોહી ના મળતા હૃદયના કામમાં તકલીફ પડતી હતી. સાથે સાથે હૃદયની બે નસોમાં બ્લોકેજ પણ નીકળ્યું. ઓપન હાર્ટ સર્જરી માટે દિપીકા યોગ્ય ન હતા. ખુબ વિચાર-પરામર્સ પછી અત્યંત નવીન અભિગમ વાળું એક નાનું ઓપરેશન સૂચવ્યું. જેમાં કોઈ પણ મોટી સર્જરી વગર સાથળેથી નાના ચીરા વડે જે વધારાની ધમની છે એ ખાસ પ્રકારના ઉપકરણ દ્વારા બંધ કરવામાં આવે અને જે વધારાનું લોહી જમણા કર્ણકમાં જતું અટકે અને એ જ નાના ચીરા દ્વારા બંધ થઇ ગયેલી હૃદયની બે નસોને પણ બલૂન મૂકી ખોલવામાં આવી જેને આપણે એન્જીયોપ્લાસ્ટી કહીએ છીએ.

ઓપરેશન અઘરું ડો. રૂપેશ સિંઘલ જણાવે છે કે, આ ઓપરેશન જવલ્લેજ થતું ઓપરેશન છે. જેમાં વધારાની ધમની ને બંધ કરવા સાથે બ્લોક થયેલી હૃદયની નસને ખોલવાનું ઓપરેશન એક સાથે નાના સરખા ચીરા દ્વારા થયું હોય. વાંચવામાં કે સાંભળવામાં જેટલું સરળ લાગે એટલું જ આ ઓપરેશન અઘરું અને જોખમભર્યું હતું. પરંતુ સમગ્ર કાર્ડિયોલોજી ટીમ અને સહાયક સ્ટાફ દ્વારા આયોજન અને સાવચેતીપૂર્વક અમલીકરણને કારણે અમે સફળતાપૂર્વક સર્જરી કરવામાં સફળ રહ્યા. ડૉ. સિંઘલની સાથે, કન્સલ્ટન્ટ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. ઝીશાન મન્સુરી અને ડૉ. જીત બ્રહ્મભટ્ટ પણ જટિલ સર્જરી કરનાર ટીમનો એક ભાગ હતા.

આયુષ્માન યોજના દિપીકાએ ડોક્ટર અને હોસ્પિટલનો આભાર માનતા કહ્યું કે, "મને ડોક્ટર સાહેબે મોતના મુખમાંથી પાછી લાવી છે. આટલી બધી જગ્યાએ ફરવા છતાં અને એટલા રૂપિયા ખર્ચવા જે કોઈ ના કરી શક્યું એ જીસીએસ હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફે આયુષ્માન યોજના હેઠળ નિઃશુલ્ક કરી આપ્યું. હવે મને શ્વાસ લેવામાં પણ તકલીફ નથી પડતી અને ધબકારા પણ સામાન્ય થઇ ગયા છે. આ નવજીવન માટે ખુબ ખુબ આભાર". દિપીકાને 11 દિવસ જ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ રજા આપવામાં આવી હતી. હાલ તેઓ ઘરે સ્વસ્થ જીવન ગુજારી રહ્યા છે.

નજીવા દરે નિદાન જીસીએસ હોસ્પિટલએ NABH સ્વીકૃત 750-બેડની હોસ્પિટલ છે. જે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે. જ્યાં આયુષ્માન યોજના હેઠળ તમામ સ્પેશિયાલિટીની સારવાર નિઃશુલ્ક ઉપલબ્ધ છે. આયુષ્માન કાર્ડ બનાવવાની સુવિધા પણ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.