રખડતા ઢોરોની સમસ્યાને અંગે અમદવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગંભીર થઈ છે. તંત્ર દ્વારા થોડા સમય અગાઉ પશુધારકોને પશુઓનું ફરજીયાત રજીસ્ટ્રેશન કરવવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના આધારે ઢોરોને RFID ચીપ લગાવવામાં આવશે. 60 દિવસની મર્યાદામાં ચિત્ર લગાવવાની અને ત્યારબાદ શોષિત કે ટેગ વગર ઢોર પકડાશે તો માલિક સામે ગુનો નોંઘીને કાદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વર્ષ 2012માં થયેલાં સર્વે પ્રમાણે 55 હજાર ઢોરમાંથી 34000નું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. તેમજ અત્યાર સુધી કુલ 14300 ઢોરોને ચીપ લગાવવામાં આવી છે.
આ રેડિયો ફ્રિકવનસી આઇડેન્ટિફિકેશ ડેટા (આરએફઆઈડી) ચીપ જે ઢોરમાં ઈન્જેક્ટ થાય છે. જે ઢોરમાં ઇન્જેક્શનથી જ ઇન્સ્ટોલ કરવામાં આવે છે. જેથી ઢોર પકડાય ત્યારે ચીપ દ્વારા મશીનથી સ્કેન કરવામાં આવશે. ત્યારે તેને લગતી તમામ માહિતી ડેટા કાર્ડમાં જોવા મળશે.આમ, આ કાર્યની પગલે પશુઓનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત બન્યું છે. જેથી પશુપાલકોને રજીસ્ટ્રેશન કરાવવા માટે દોઢ વર્ષનો સમયગાળો આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં આજે પણ ઓઢવ નિકોલ વિરાટનગર રાયપુર વસ્ત્રાલ વટવા મોટાભાગના વિસ્તારમાં રખડતા ઢોર ત્રાસ જોવા મળે છે. ઢોર રસ્તાઓ પર અંડીગા જમાવતાં હોવાથી ટ્રાફિક જામથી લઈને વાહનચાલકોના અકસ્માત સુધીની અનેક સમસ્યાઓ સર્જાય છે. તો બીજી તરફ શહેરી વિસ્તારમાં ગૌચર જમીન ઘટી રહી છે. જેના કારણે જાહેર રસ્તાઓમાં ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. પરીણામે ઢોરને RFID ચીપ લગાવવાનો નિર્ણય લેવાયો છે.