ETV Bharat / state

અમદાવાદ રોજગાર કચેરી ખાતે ઓનલાઇન ભરતીમેળો યોજાશે - employment office

અમદાવાદ રોજગાર કચેરી દ્વારા રોજગાર ઇચ્છુક ઉમેદવારોને વિવિધ રોજગારીની તકો પૂરી પાડવા માટે સમયાંતરે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વચ્ચે ભરતી કરવાની પ્રક્રિયા ઓનલાઇન હાથ ધરવામાં આવી રહી છે.

રોજગાર કચેરી ખાતે ઓનલાઇન ભરતીમેળો યોજાશે

author img

By

Published : Jul 10, 2020, 12:00 PM IST

  • 14 જૂલાઇના રોજ રોજગાર કચેરી ખાતે ભરતી મેળો યોજાશે
  • 150 ખાલી જગ્યાઓ માટે ભરતી મેળાનું આયોજન
  • 12 જૂલાઇ સુધીમાં ઇચ્છુક યુવાનને બાયોડેટા અપડેટ કરવા જણાવ્યું
  • 18થી 35 વર્ષના યુવાનો ભરતી મેળામાં ભાગ લઇ શકશે

અમદાવાદ : અમદાવાદ રોજગાર કચેરી દ્વારા રોજગાર ઇચ્છુક ઉમેદવારોને વિવિધ રોજગારીની તકો પૂરી પાડવા માટે સમયાંતરે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. ભરતીમેળામાં નોકરીદાતાઓ પાસેથી મેળવેલી ખાલી જગ્યાઓ અનુસાર ભરતી કરવાની પ્રક્રિયા ઓનલાઇન હાથ ધરવામાં આવી રહી છે.

મદદનીશ નિયામક રોજગાર અમદાવાદથી એસ.આર.વિજયવર્ગીયે જણાવ્યું હતું કે, કોરોના વાઇરસના સંક્રમણના પગલે રોજગાર ઈચ્છુક યુવાનો તથા નોકરીદાતાઓને એક જગ્યા પર એકત્ર કરી સામાન્ય ભરતી મેળો યોજવાને બદલે હવે વેબીનારથી રોજગાર ભરતી મેળા યોજાય છે. 150 ખાલી જગ્યાઓ ભરવા માટે રોજગાર ઇચ્છુક યુવાનોને રોજગાર વેબીનાર ભરતીમેળામાં ભાગ લેવા ત્રણ નોકરીદાતાઓ રોજગાર કચેરીમાં ઇ-ભરતીમેળામાં 14 જૂલાઇના રોજ ઉપસ્થિત રહેશે. જેમાં રોજગાર ઇચ્છુક પોતાની વિગત લિંક cut.ly/XyC1PR1 ઉપર અપલોડ કરેલા યુવાનોને આઈડી મીટીંગ નંબર અને પાસવર્ડ આપવામાં આવશે.જેમાં ધોરણ-12 પાસ તેમજ ગ્રેજ્યુએટ યુવાનોને સેલ્સ એક્ઝિક્યુટિવ, ટેલીસેલ્સ, સેલ્સ-કોર્ડીનેટર તથા માર્કેટિંગ એક્ઝિક્યુટિવ્સ તથા આઈટીઆઈ વેલ્ડર અને ફીટરની કુલ 150 જગ્યાઓ ભરવા માટે રોજગાર વેબીનાર યોજાશે. 18થી 35 વર્ષના યુવાનો આ વેબિનારમાં ભાગ લઇ શકશે.

અમદાવાદની ખીમજી રામદાસ તથા જેબીએમ સાણંદ અને બિર્ટમેન ઈન્ડિયા કંપની અમદાવાદમાં 10 હજારથી લઈને 20 હજારના પગારની રોજગારી આપશે. cut.ly/XyC1PR1 લિંક પર 12, જૂલાઇ સુધીમાં રોજગાર ઈચ્છુક યુવાનોને બાયોડેટા અપડેટ કરવા રોજગાર કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.