- સાંસદ મહેન્દ્રભાઈ મુજપુરા તથા અન્ય મહાનુભાવોના વરદ હસ્તે એસી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયુ
- રૂપિયા 40,20,100ના 7 નંગ ઘન કચરા કલેક્શનની ગાડીનુ લોકાર્પણ કરાયુ
- લોકાર્પણ પ્રસંગે હર્ષદ ગીરી ગોસ્વામી ઉપસ્થિત રહ્યા
અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રમાં 7 વર્ષ પૂર્ણ થતા તેના અનુસંધાને પાર્ટી દ્વારા સમાજમાં સેવાકીય કાર્યો કરવા પૈકી લોકસભાના સાંસદની ગ્રાન્ટમાંથી રૂપિયા 18,35,000ના ખર્ચે એસી એમ્બ્યુલન્સ વિરમગામ નગરપાલિકા દ્વારા ખરીદીને લોકાર્પણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ સાવલી ખાતે 108 નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું
મહાનુભાવોની હાજરીમાં લોકાર્પણ કરાયું
આ એમ્બ્યુલન્સ સરકારી હોસ્પિટલ વિરમગામના નાગરિકોના ઉપયોગ માટે સુપ્રત કરવામાં આવી છે. આ ઉપરાંત સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઘન કચરા વ્યવસ્થાપનની ગ્રાન્ટમાંથી રૂપિયા 40,20,100ના ખર્ચે સાત નંગ કચરા કલેકશનની ગાડી ખરીદવામાં આવી, તેનું મહાનુભાવોની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું.
તમામ નાગરિકોને ICU ઓન વ્હીલ એમ્બ્યુલન્સની મહત્વની સેવા મળશે
સુરેન્દ્રનગર મત વિસ્તારના સાંસદ સભ્ય ડો.મહેન્દ્રભાઈ મુજપુરાની સને 2019-20ની ગ્રાન્ટમાંથી રૂપિયા 18,35,000ના ખર્ચે એસી એમ્બ્યુલન્સ વિરમગામ નગરપાલિકા દ્વારા ખરીદીને વિરમગામ તાલુકાના તમામ નાગરિકોને ICU ઓન વ્હીલ એમ્બ્યુલન્સની મહત્વની સેવા મળશે.
ઘન કચરાના નિકાલ માટે ઘર આંગણે ડોર ટુ ડોર કલેકશનની સગવડ ઉભી કરાઇ
આ ઉપરાંત સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઘન કચરા વ્યવસ્થાપનની ગ્રાન્ટમાંથી રૂપિયા 40,20,100ના ખર્ચે કુલ સાત નંગ કચરાના કલેક્શનની ગાડી આપવામાં આવી. આ ગાડીથી વિરમગામ નગરપાલિકાના નાગરિકોને ઘન કચરાના નિકાલ માટે ઘર આંગણે ડોર ટુ ડોર કલેકશનની સગવડ ઉભી થશે. આ ગાડીનું આજ રોજ મહાનુભાવો દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું.
સાંસદ સભ્ય ડો.મહેન્દ્રભાઈ મુજપુરાના વરદ હસ્તે લોકાર્પણ કરાયુ
આ લોકાર્પણ પ્રસંગે ડો.મહેન્દ્રભાઈ મુજપુરાના વરદ હસ્તે, પ્રદેશ મહિલા ઉપપ્રમુખ વર્ષાબેન દોશી, જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામી, પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયા, પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી નવદીપસિંહ ડોડીયા, વિરમગામ નગરપાલિકા પ્રમુખ ચેતનભાઇ રાઠોડ, વિરમગામ નગરપાલિકા ઉપપ્રમુખ દીપાબેન ઠકકર, શહેર ભાજપ પ્રમુખ નરેશભાઇ શાહ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ વલસાડમાં સમસ્ત આદિવાસી સમાજ દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ
કાઉન્સિલરો અને કર્મચારીઓની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું
તાલુકા ભાજપ પ્રમુખ કીરીટસિંહ ગોહિલ, વિરમગામ શહેર મહામંત્રી ભાજપ હિતેશભાઈ મુનસરા, ચીફ ઓફિસર વિરમગામ નગરપાલિકા જયેશભાઈ પટેલ તેમજ ભાજપના હોદ્દેદારો, કાર્યકરો તેમજ વિરમગામ નગરપાલિકાના કાઉન્સિલરો અને કર્મચારીઓની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાંસદની ગ્રાન્ટમાંથી વિરમગામ તાલુકાના તમામ નાગરિકોને ICU ઓન વ્હીલ એમ્બ્યુલન્સની મહત્વની સેવા મળી રહે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું.