અમદાવાદ: શહેરમાં (Ahmedabad city) મેઘરાજા વિદાય લઈ રહ્યા છે. પરંતુ શહેરમાં રોગચાળો ઓછું થવાનું નામ ના લેતો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. શહેરમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ઝાડા ઉલ્ટીના કેસની સામે સ્વાઈન ફલૂ કેસ સામે આવી રહ્યા છે. જે કોર્પોરેશનના (Ahmedabad Corporation) આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બન્યો છે. 24 દિવસમાં 662 કેસ માત્ર ડેન્ગ્યુના. શહેરમાં વરસાદ બાદ મચ્છર ઉપદ્રવ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. જેના પગલે મચ્છરજન્ય રોગનું (mosquito-borne case in Ahmedabad) પ્રમાણ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યું છે.
કોરોના બાદ સ્વાઈન ફ્લુનો કહેર: શહેરમાં સપ્ટેમ્બરના 24 દિવસમાં 662 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. આ ઉપરાંત અન્ય મચ્છરજન્ય રોગની વાત કરવામાં આવે તો, સાદા મેલેરિયા 173 કેસ, ઝેરી મેંલેરિયાના 14 કેસ, ચિકનગુનિયા 35 કેસ સામે આવ્યા છે. જેના પગલે કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા 24 દિવસમાં 41326 જેટલા લોહીના સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે ડેન્ગ્યુ માટે સિરમના 4462 સેમ્પલ લેવામાં આવ્યા છે. સ્વાઈન ફ્લૂના 265 કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના બાદ સ્વાઈન ફ્લુનો (Swine flu in Ahmedabad) કહેર જોવા માફી રહ્યો છે.
પાણીજન્ય કેસમાં વધારો: સપ્ટેમ્બરના 24 દિવસમાં 265 જેટલા કેસ નોંધ્યા છે. જેમાં અત્યાર, સુધી સ્વાઈન ફલૂ કેસનો આંકડો 1036 પહોંચ્યો છે. જે ચિંતાનો વિષય છે. પાણીજન્ય કેસની (A watery case) વાત કરવામાં આવે તો, ઝાડા ઉલ્ટીના 418 કેસ, કમળાના 167 કેસ, ટાઈફોઈડના 265 કેસ, જયારે ચાલુ સપ્તાહમાં 1 કેસ કોલેરાનો નોંધાયો છે.
ક્લોરીન ગોળીનું વિતરણ ચાલુ: ક્લોરીન ગોળી વિતરણ ચાલુ શહેરમાં મચ્છરજન્ય કેસમાં વધારો ના થાય તે માટે સતત ફોગિંગ ચાલુ રાખવામાં આવી છે. આ ઉપરાંત બેકટેરિયોલોજીકલ તપાસ માટે 10495 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે.જેમાં અત્યાર સુધી 289 જેટલા પાણીના સેમ્પલ અનફિટ આવ્યા છે.જયારે આરોગ્ય વિભાગ દ્વારા 143200 ક્લોરીનની ગોળીનું વિતરણ કરવામાં આવ્યું છે.