અમદાવાદમાં દાણીલીમડા શાહઆલમ નજીકના રૂટ ઉપર અત્યંત ખરાબ પરિસ્થિતિ જોવા મળી હતી. જેમાં આવતા-જતા વાહનો ખાડામાં પછડાતા જોવા મળ્યા હતા. જેમાં ખાસ કરીને ટુ વ્હીલર ચલાવનારા વાહનચાલકોની તો આ ખાડામાં પછડાઈ પછડાઈને કમર તૂટી ગઈ હોય, તેટલી હદ સુધી તેઓ હેરાન-પરેશાન છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્રણ ત્રણ મહિના થઇ જવા છતાં પણ આ ખાડાઓનું તેમજ રસ્તાઓનું સમારકામ કરવામાં આવતું નથી.
જ્યારે પશ્ચિમ વિસ્તાર હોય તો તાત્કાલિક ધોરણે નવા રોડ પણ બની જતા જોવા મળેલા છે, ત્યારે સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. લોકોના જણાવ્યાંનુસાર આ ગરીબ વિસ્તાર છે. આ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમને ઓરમાયું વર્તન કરવામાં આવતું હોય, એવું તો નહીં હોય ને? તેવા પ્રશ્નો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે.