ETV Bharat / state

Bavla Bagodara Accident: બાવળા બગોદરા રોડ પર ગંભીર અકસ્માત, 10 લોકોના મોત - અમદાવાદના બાવળા બગોદરા રોડ પર અકસ્માત

અમદાવાદના બાવળા બગોદરા રોડ પર અકસ્માતની ઘટના બની છે. પ્રાથમિક મળેલી માહિતી અનુસાર 10 વ્યક્તિના મોત થયા છે, 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ટ્રકની પાછળ છોટા હાથી ઘુસી જતા ઘટના બની હતી. ઈજાગ્રસ્તોને બગોદરાની હોસ્પિટલ અને અસારવા સિવિલ ખસેડવામાં આવ્યા છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ સિવિલ હોસ્પિટલ મુલાકાત લીધી હતી. અકસ્માતમાં ઘાયલ લોકોના ખબર અંતર પૂછ્યા હતા.

Bavla Bagodara Accident
Bavla Bagodara Accident
author img

By

Published : Aug 11, 2023, 1:17 PM IST

Updated : Aug 11, 2023, 10:57 PM IST

બાવળા બગોદરા રોડ પર અકસ્માતમાં 10 લોકો મોતને ભેટ્યા

અમદાવાદ: બાવળા બગોદરા રોડ નજીક ભયાનક અકસ્માતમાં 10 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ ટ્રક પાછળ છોટા હાથી ઘુસી જતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 વ્યક્તિના મોત થયા છે તો 8 લોકોને ઇજાગ્રસ્ત થયા છે. આ તરફ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ સિવિલ હોસ્પિટલ મુલાકાત લીધી હતી. અકસ્માતમાં ઘાયલ લોકોના ખબર અંતર પૂછ્યા હતા.

આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ

ચોટીલાથી પરત આવતાં બની ઘટના: બાવળા-બગોદરા નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટ્રક પાછળ મીની ટ્રક ઘુસી જતાં 10 વ્યક્તિના મોત થયા છે. ચોટીલા દર્શન કરીને પાછા આવતાં આ કરૂણ ઘટના બની હતી. મૃતકોમાં પાંચ મહિલા, બે પુરુષો, ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. આ મામલે PMNRF તરફથી 2 લાખ દરેક મૃતકના નજીકના સંબંધીઓને વળતર આપવામાં આવશે.

સિવિલ હોસ્પિટલ
સિવિલ હોસ્પિટલ

10 લોકોના મોત: આ અંગે અમદાવાદ જિલ્લા SP અમિતકુમાર વસાવાએ ETV ભારત સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ખેડાનો પરિવાર ચોટીલા દર્શન કરી પરત ફરતો હતો ત્યારે પોણા બાર વાગે આસપાસ મીની ટ્રક રોડ પાસે ઉભેલા ટ્રકમાં પાછળથી ઘુસી જતા અકસ્માત સર્જાયો છે. જેમાં 5 મહિલા અને 3 બાળકો તેમજ બે પુરુષોના મોત થયા છે. ઈજાગ્રસ્તોને બગોદરાની હોસ્પિટલ અને અસારવા સિવિલ ખસેડવામાં આવ્યા છે. હાલ વધુ કાર્યવાહી ચાલુ છે.

બાવળા બગોદરા રોડ પર અકસ્માત
બાવળા બગોદરા રોડ પર અકસ્માત

કેવી રીતે સર્જાઈ ગોઝારી ઘટના: અમદાવાદ બગોદરા હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકની પાછળ ઓવર સ્પીડમાં આવતું છોટા હાથી અથડાયું હતું. આ છોટા હાથીમાં પાછળ બેઠેલા એક જ પરિવારના નવ લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. જેમાં 8 જેટલા લોકો ઘાયલ થયા છે. જોકે અમદાવાદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

CM ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાંજલિ પાઠવી: આ મામલે ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જણાવ્યું કે અમદાવાદ જિલ્લામાં બાવળા-બગોદરા હાઈવે પર થયેલ અકસ્માતની ઘટના હૃદયદ્વાવક છે. ઈશ્વર આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માને શાંતિ આપે અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. મારી સંવેદના મૃતકોના પરિવારજનોની સાથે છે.

શક્તિસિંહ ગોહિલે શ્રદ્ધાંજલિ પાઠવી: આ અંગે શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે સદગતને શ્રદ્ધાંજલિ અને આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર અને પ્રિયજનો ને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તે માટે પ્રાર્થના. અમદાવાદ થી રાજકોર હાઇવે ઉપર બ્રિજ અને રસ્તાના રિપેરીંગના કામો લાંબા સમયથી ચાલી રહ્યા છે જેના કારણે પણ આ હાઇવે જોખમી બનેલ છે. સરકાર આ બાબત ગંભીરતાથી લેશે તેવી વિનંતી.

  1. ROAD ACCIDENT: પાટણ-મહેસાણાના પાંચ યુવાનોના હરિયાણામાં માર્ગ અકસ્માતમાં મોત
  2. Navsari Accident: અંકલેશ્વરના ચાર યુવાનોને વાંસદા ખાતે ગંભીર અકસ્માત નડ્યો

Last Updated : Aug 11, 2023, 10:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.