ETV Bharat / state

Ahmedabad News : Amul લસ્સીમાં ફૂગના વાયરલ વીડિયો અંગે અમૂલે કરી સ્પષ્ટતા - ફૂગના વાયરલ વીડિયો મામલે અમૂલે કરી સ્પષ્ટતા

અમૂલની પેકિંગવાળી લસ્સીમાં ફૂગ દેખાડતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો ખોટો હોવાનું અમૂલ જણાવી રહી છે. ગ્રાહકોની જાણકારી માટે અમૂલે ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી છે. નેશનલ મિલ્ક કોપરેટિવે જણાવ્યું છે કે અમે તમને ખાતરી આપવા માંગીએ છીએ કે અમૂલ લસ્સી અમારી અત્યાધુનિક ડેરીઓમાં બનાવવામાં આવે છે.

amul-clarified-about-viral-video-of-fungus-in-amul-lassi-amul-tweet
Etv Bharaamul-clarified-about-viral-video-of-fungus-in-amul-lassi-amul-tweett
author img

By

Published : May 26, 2023, 7:24 PM IST

લસ્સીમાં ફૂગના વાયરલ વીડિયો

અમદાવાદ: તમારા વ્હોટસઅપ પર અમૂલની લસ્સીમાં ફૂગ દર્શાવતો વીડિયો આવે તો તેને સાચો ન માની લેતા કારણ કે દૂધની અગ્રણી કંપની અમૂલે જણાવ્યું હતું કે અમૂલ લસ્સીના કેટલાક પેકમાં ફૂગ હોવાનો દાવો કરતો વીડિયો નકલી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અમૂલ લસ્સીના પેકમાં ફૂગ જોવા મળી છે, તે પેકિંગ એક્સપાયરી ડેટ પહેલાના છે. તેમજ વીડિયોમાં તે સળંગ ત્રણ પેકેટ તોડીને ફૂગ બતાવી રહ્યા છે.

અમૂલની સ્પષ્ટતા: અમૂલે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે આ વીડિયોનો ઉપયોગ ખોટી માહિતી ફેલાવવા અને ગ્રાહકોમાં બિનજરૂરી ભય અને ચિંતા ફેલાવવા માટે કરવામાં આવ્યો છે. અમૂલે ટ્વીટ કરીને લખ્યું છે કે અમે વીડિયોમાં જોયું છે કે સ્ટ્રો હોલ એરિયામાંથી પેકને નુકસાન થયું છે. વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે આ છિદ્રમાંથી પ્રવાહી લીક થઈ રહ્યું છે. આ પેકમાં ફૂગનો વિકાસ આ છિદ્રને કારણે થાય છે જે વીડિયો બનાવનારને ખબર હશે.

વીડિયો કર્યો હતો ટ્વીટ
વીડિયો કર્યો હતો ટ્વીટ

વીડિયો બનાવનારે સ્થળ દર્શાવ્યું નથી: અમૂલની ગુજરાત હેડ ઓફિસથી ટ્વીટ કરીને જણાવ્યું છે કે આ તમારી માહિતી માટે છે કે અમૂલ લસ્સીની હલકી ગુણવત્તાના સંબંધમાં વ્હોટસઅપ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નકલી વીડિયો ફોરવર્ડ કરવામાં આવી રહ્યો છે. વીડિયો બનાવનારે સ્પષ્ટતા માટે અમારો સંપર્ક કર્યો નથી, ન તો સ્થળ જાહેર કર્યું છે.

પેકિંગ પર અમારી સૂચના વાંચો: નેશનલ મિલ્ક કોપરેટિવે જણાવ્યું છે કે અમે તમને ખાતરી આપવા માંગીએ છીએ કે અમૂલ લસ્સી અમારી અત્યાધુનિક ડેરીઓમાં બનાવવામાં આવે છે અને ઉત્પાદનની ગુણવત્તા અને પેકેજિંગની અખંડિતતા માટે કડક ગુણવત્તાની તપાસમાંથી પસાર થાય છે. માનક પ્રથા તરીકે, અમે અમારા તમામ પેક પર સલામતી માટે નીચેની સૂચનાઓ ઉલ્લેખ કરીએ છીએ. અમારા ગ્રાહકોમાંથી, "પફ્ડ/લીકી પેક ખરીદશો નહીં. અન્ય વપરાશકર્તા @PrriyaRaj એ અમૂલને ચેતવણી "બોલ્ડર અક્ષરોમાં અને ઓછામાં ઓછી 3 ભાષાઓમાં ચેતવણી છાપવા વિનંતી કરી છે.

  1. Ahmedabad News : AMC હોસ્પિટલમાં હવે દર્દીને અમૂલનું દૂધ આપશે, આંખના નંબર ઉતારવાનું થયું મોંઘું
  2. Amul Vs Nandini Controversy: અમૂલ અને નંદિની વચ્ચે સારા સંબંધો, સ્પર્ધાનો કોઈ પ્રશ્ન જ નથી: જયેન મહેતા

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.