શહેરના રોડ પર હવે કંડકટર વગરની બસો જોવા મળશે. આ નિર્ણય AMTS કમિટીની મળેલી બેઠકમાં બે મહિના પહેલા લેવામાં આવ્યો હતો. હવે આ ખોટમા ચાલતી બસોને કારણે કોર્પોરેશનને નુકશાન જતું હતું. જેના કારણે આ પ્રયોગ ટ્રાયલ બેઝ પર કરાયો છે. આગામી દિવસોમા 300 બસો કંડકટર વગર જ દોડાવામાં આવશે. જેમાં એક મશીન મુકવામાં આવશે. આ બસોમા માત્ર જનમિત્ર કાર્ડ ધારકો જ મુસાફરી કરી શકશે.
જેમાં 500 અને 501 નંબરની બસમાં ટ્રાયલ બેઝ શરૂ કરાયા છે. ત્યારે સરખેજથી વૈષ્ણોદેવી સર્કલની બસમાં ટ્રાયલ બેઝ કરાયા. તેમજ આગામી દિવસોમાં અન્ય બસમાં પણ સિસ્ટમ શરૂ કરવામાં આવશે.