ETV Bharat / state

નાગરિકોની સ્વતંત્રતા પર બિગ બીએ કરી મનની વાત - big b statement on civil liberties

કોલકાતા આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહમાં(Kolkata International Film Festival) નાગરિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિની આઝાદી મુદ્દે અમિતાભ બચ્ચનનું નિવેદન સામે આવ્યું છે. (amitabh bachchan statement on freedom of expression)તેમણે જણાવ્યું હતું કે મને વિશ્વાસ છે કે મંચ પર મારા સહયોગી પણ એ વાતથી સહમત થશે કે આજે પણ નાગરિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિની આઝાદી પર સવાલ કરવામાં આવે છે. શાહરુખ ખાને ફિલ્મ પઠાણને લઈને થયેલા વિવાદ મામલે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા એક ચોક્કસ પ્રકારની હલકી માનસકિતાથી સંચાલિત થતું હોય છે. નકારાત્મકતા સોશિયલ મીડિયાના ઉપયોગ વધારે છે. આવું કરવાથી ઘાતક પરિણામ આવતાં હોય છે.

નાગરિકોની સ્વતંત્રતા પર બિગ બીએ કરી મનની વાત

author img

By

Published : Dec 16, 2022, 8:53 AM IST

અમદાવાદ: કોલકાતા આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહના ઉદઘાટનમાં(Kolkata International Film Festival) અમિતાભ બચ્ચનનું નિવેદન સામે આવ્યું છે. (amitabh bachchan statement on freedom of expression)નાગરિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિની આઝાદી જેવા રાજકીય રીતે સંવેદનશીલ મુદ્દાઓ પર નિવેદન આપ્યું હતું કે આજે પણ નાગરિકોની સ્વતંત્રતા પર સવાલ ઉઠાવાય છે. (amitabh bachchan statement) સાથે જ શાહરુખ ખાને ફિલ્મ પઠાણને લઈને થયેલા વિવાદ મામલે ચુપ્પી તોડી હતી અને જણાવ્યું હતું કે સિનેમા એકબીજાના અલગ અલગ ધર્મો, સંપ્રદાય, જાતિના લોકોને સમજવા માટેનું એક માધ્યમ છે. અમારા જેવા લોકો હંમેશા સકારાત્મક રહેશે, પછી ભલે પરિસ્થિતિ ગમે તે હોય.

નાગરિકોની સ્વતંત્રતા પર સવાલ: અમિતાભ બચ્ચને કોલકાતાના નેતાજી ઇનડોર સ્ટેડિયમમાં દીપ પ્રજ્વલિત કરીને ફિલ્મ મહોત્સવની શરૂઆત કરી હતી. આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહના ઉદઘાટનમાં અભિતાભ બચ્ચને પહેલી વાર નાગરિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિની આઝાદી જેવા મુદ્દાઓ પર નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આજે પણ નાગરિકોની સ્વતંત્રતા પર સવાલ ઉઠાવાય છે. બ્રિટિશ સેન્સરશિપ, દમન કરનારા વિરુદ્વ આઝાદીથી પહેલાંની ફિલ્મો, સાંપ્રદાયિકતા અને સામાજિક એકતા પર વિસ્તારપૂર્વક વિચારો વ્યક્ત કર્યા બાદ બચ્ચને કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે મંચ પર મારા સહયોગી પણ એ વાતથી સહમત થશે કે આજે પણ નાગરિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિની આઝાદી પર સવાલ કરવામાં આવે છે. સામાન્ય રીતે બિગ બી રાજનૈતિક વિવાદોથી દૂર રહેતા હોય છે. પરંતુ આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહના ઉદઘાટનમાં તેમણે ચુપ્પી તોડી હતી અને પોતાના મનની વાત રજૂ કરી હતી.

આ પણ વાંચો: દીપિકાની બિકીનીના રંગને લઈને હંગામો, MPના ગૃહપ્રધાને ડ્રેસિંગ સેન્સ સુધારવાની આપી સલાહ

નકારાત્મકતા સોશિયલ મીડિયા ઘાતક: શાહરુખ ખાને ફિલ્મ ફેસ્ટીવલમાં આવેલા બોલિવુડ મહાનાયક અમિતાભ બચ્ચનને પગે લાગીને તેમના આશીર્વાદ લીધા હતા. શાહરુખ ખાને ફિલ્મ પઠાણને લઈને થયેલા વિવાદ મામલે જણાવ્યું હતું કે "દુનિયા શું કરી રહી છે તેનાથી કોઈ ફરક પડતો નથી, અમારા જેવા લોકો હંમેશા સકારાત્મક રહેશે, પછી ભલે પરિસ્થિતિ ગમે તે હોય. સિનેમા એકબીજાના અલગ અલગ ધર્મો, સંપ્રદાય, જાતિના લોકોને સમજવા માટેનું એક માધ્યમ છે. સોશિયલ મીડિયા એક ચોક્કસ પ્રકારની હલકી માનસકિતાથી સંચાલિત થતું હોય છે જેનાથી મનુષ્યના સ્વભાવ પર લિમિટ આવી જતી હોય છે. તેણે કહ્યું કે મેં ક્યાંક વાંચ્યું છે કે નકારાત્મકતા સોશિયલ મીડિયાના ઉપયોગ વધારે છે. આવું કરવાથી ઘાતક પરિણામ આવતાં હોય છે.

આ પ્રસંગે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોઝ, મુખ્યપ્રધાન મમતા બેનર્જી, અભિનેત્રી જયા બચ્ચન, અભિનેતા શાહરુખ ખાન, પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલી, ફિલ્મ ડાયરેક્ટર મહેશ ભટ્ટ અને અભિનેતા શત્રુઘ્ન સિન્હા સહિત અન્ય લોકો ઉપસ્થિત હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.