અમિત શાહે કાર્યકર્તાઓનું કર્યું સંબોધન
અમદાવાદ સ્થિત ખાનપુર ભાજપ કાર્યાલય પર અમિત શાહે કાર્યકર્તાઓનું સંબોધન કરતાં જણાવ્યું કે, “વિજય મેળવ્યા બાદ નરેન્દ્ર ભાઈ પ્રથમ વાર દિલ્હીની બહાર આવ્યા છે, અને તે જગ્યાએ આવ્યા છે જ્યાં ભારતીય જનતા પાર્ટીની શરૂઆત થઈ હતી. આ એ જ ખાનપુર કાર્યાલય છે જ્યાં ભાજપ કોઈ દિવસ 2 સીટો ભાજપની હતી.”
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, “દેશ ઘોર નિરાશામાં ડૂબેલો હતો, તેવા સમયે ભાજપમાં મોદી નવા નવા સંગઠન મંત્રી બન્યા હતા. આ સમયે અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશનની ચૂંટણી આવી હતી અને ત્યારે તેમાં ભાજપનો ભગવો લહેરાયો હતો, ત્યાંથી ભાજપની વિજય યાત્રા શરૂ થયેલી. હું પણ ભાજપનો કાર્યકર્તા તરીકે નરેન્દ્ર મોદીનું સ્વાગત કરૂં છું.આજે ખૂબ ઉમળકા સાથે આપ સહુ અહીં આવ્યા છે. નરેન્દ્રભાઈના સ્વાગત અને ભાજપના વિજયને વધાવવા માટે, પરંતુ સુરતની અંદર જે દુર્ઘટના ઘટી તેમાં 22 કિશોર પોતાનો જીવ ગુમાવ્યો, કાળ એમનો કોળીયો કરી ગયા, આજે આપણે સહું એ પરિવાર સાથે અને દિવગંત આત્માઓને શ્રઘ્ઘાંજલિ પાઠવીએ છે, પ્રભુ એમની આત્માને શાંતિ આપે. એ માટે આપણે પ્રાર્થના કરીએ.”
વધુમાં તેમણે કહ્યું કે, હું ભાજપના પ્રમુખ તરીકે પ્રથમ ગુજરાતની જનતાનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરવા આવ્યો છે. 2014 અને 19ની ચૂંટણીઓનું નેતૃત્વ નરેન્દ્ર મોદીએ કર્યુ. બને ચૂંટણીમાં 26 બેઠકો ગુજરાતે આપી, આજે 26 મે છે, 2014માં શપથ લીધા છે. આજે 26મેના રોજ પદ્માનિત વડાપ્રધાન તરીકે ખાનપુર કાર્યાલય ખાતે પહોંચ્યા છે. ગુજરાતની પ્રજાનો ઉમડકો અને આનંદ અને મોદીજી પ્રત્યેનો વિશ્વાસ એ અકારણ નથી, ગુજરાતનું ગૌરવ છે, નરેન્દ્ર મોદીએ ગુજરાતનો સમગ્ર વિશ્વમાં ડંકો વગાડ્યો છે. સંગઠનનું કામ કરતા કરતા તેમણે ગુજરાતના દરેક ગામો ફર્યા. ગુજરાતને ભાજપનો ગઢ બનાવવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યુ છે.
ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં વણથંભી વિકાસ યાત્રા ચલાવી છે. ગુજરાત રમખાણોથી જાણીતુ હતુ, કર્ફ્યુથી જાણીતુ હતુ, નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા ત્યારથી રમખાણો અને કર્ફ્યુ બંધ થયા. ગુજરાતની પાણીની સમસ્યાનો ઉકેલ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થયું. ગુંડારાજ, ભ્રષ્ટાચાર સમાપ્ત થયા, દરેકના ઘર સુધી વિકાસ પહોંચાડવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યુ. ગુજરાત સમગ્ર દેશમાં અનોખુ મોડલ બન્યુ અને 2014માં મોદી વડાપ્રધાન બન્યા છે. 2014થી 19ની યાત્રા ભારતમાં વણથંભી યાત્રા ચાલી. ઉત્તરથી દક્ષીણ તથા પૂર્વથી પશ્ચિમ સુધી પ્રધાનમંત્રી શ્રી જી એ વિકાસ ના અઢળક કાર્યો કર્યા છે. હું ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે આપ સૌને પુન: વિશ્વાસ અપાવું છું કે દેશના વિકાસ માટે આ અવિરત કાર્યો સતત ચાલુ રહેશે
પાકિસ્તાનને ઘરમાં ઘુસીને શબખ શીખવ્યો.
પાકિસ્તાને બે વખત ભારત સાથે અવળચંડાઈ કરી, ત્યારે મોદી સરકારે પાકિસ્તાનને ઘરમાં ઘુસીને શબખ શીખવ્યો.
વિદેશમાં મોદી-મોદીના નારા
પશ્ચિમ બંગાળ સુધી અવાજ જવો જોઈએઃ અમિત શાહ
26 બેઠકો જીતીને નરેન્દ્ર મોદી પ્રથમવાર અહીં આવ્યા છે, અહીંથી પશ્ચિમ બંગાળ સુધી અવાજ જાય તે રીતે બોલો, ભારત માતા કી, જય..., આમ કહી અમિત શાહે પોતાના સંબોધનની શરૂઆત કરી હતી.
મોદી-મોદી નારાએ સવા સો કરોડ દેશવાસીઓનું સન્માન વધારે છે.
આજે નરેન્દ્ર મોદી કોઈ પણ દેશના એરપોર્ટ પર ઉતરે તો મોદી-મોદીના નારા લાગે છે, આ નારા નરેન્દ્ર મોદીનુ સન્માન નથી, ભાજપનું સન્માન નથી, પરંતુ સમગ્ર દેશના સવા સો કરોડ દેશવાસીઓનું સન્માન વધારે છે.
અમિત શાહે ગુજરાતની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો.
ગુજરાતના મતદારોએ જે પ્રમાણે 26 બેઠકો પર જીત અને તેમા લીડ આપી છે, હું ગુજરાતના મતદારોનો આભાર વ્યક્ત કરું છુ. ગાંધીનગરની બેઠક પરથી મને સાંસદ બનાવનાર તમામ ગાંધીનગરના મતદારોનો આભાર માનુ છું.