કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સરકાર કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામાન્ય બનાવે અને રાજ્ય સરકારે આગોતરુ આયોજન કર્યું હોત તો હિંસા ન થઈ હોત. ભાજપની સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે કોંગ્રેસ પર આક્ષેપો કરતું આવ્યું છે.
અમીત આવડાએ વધુમાં કહ્યું હતું કે શંકાના આધારે શહેઝાદખાન પઠાણની ઘરપકડ કરવામાં આવી છે. જે પણ જવાબદાર હોય એમની સામે કાર્યવાહી થવી જોઈએ. ભાજપ હિંસા કરાવતું આવ્યું છે અને પછી કોંગ્રેસ પર આક્ષેપ કરે છે. સીએએના વિરોધમાં શાંતિથી આંદોલન થઈ રહ્યું હતું, પણ તેમને ઉશ્કેરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર રાજનીતિક હિસાબો પુરા કરવા સરકાર કાર્યવાહી ન કરે.