સરદાર વલ્લભભાઈ પટેલ સ્વતંત્રતાની લડાઈમાં કોંગ્રેસની સાથે હતાં. તેઓ તેમના પહેલા પ્રમુખ રહી ચૂક્યા છે અને આજે પણ કોંગ્રેસમા તેમનું સ્થાન કોઈ લઈ શકે તેમ નથી. ભાજપની સરકારે ભૂલવું ન જોઈએ કે સરદાર વલ્લભભાઈ પટેલે ગાંધીજીની હત્યા બાદ RSS પર પ્રતિબંધ મૂક્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિવાદાસ્પદ ટ્વિટ કરતાં લખ્યું હતું કે આખું દેશ સરદાર વલ્લભભાઈ પટેલને નમન કરી રહ્યું છે, ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા સોનિયા અને રાહુલ ગાંધીએ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપતી પ્રતિક્રિયા આપી નથી. આ ટ્વીટ બાદ અમિત ચાવડાએ ભાજપ અને સંઘ પર આકરા પ્રહારો કર્યા હતાં.