અમિત ચાવડાના જણાવ્યાં અનુસાર, ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરથી યાત્રા શરૂ કરી અને સાબરમતી આશ્રમ સુધી બંને યાત્રાઓ 27 સપ્ટેમ્બરે શરૂ કરી અને 2 ઓક્ટોબરે ગાંધી આશ્રમ ખાતે સમાપ્ત કરવામાં આવશે. આ યાત્રામાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી પોરબંદરથી યાત્રાનું આયોજન કરશે. તેમજ સાબરમતી આશ્રમ સુધીનું નેતૃત્વ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા દ્વારા કરવામાં આવશે. આ બંને યાત્રામાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો પણ જોડાશે અને સાથે સાથે રાષ્ટ્રીય કક્ષાએથી પણ નેતૃત્વને આમંત્રણ આપવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, તેમના દ્વારા પણ અનુકૂળતા મુજબ જોડાવાનો કાર્યક્રમ કરવામાં આવશે. ગાંધી વિચાર એ આજના સમયની માગ છે. તેમજ સમગ્ર દેશ અને દુનિયામાં સાંપ્રત સમસ્યાઓ છે, જેનો ઉકેલ એક માત્ર રસ્તો ગાંધી વિચારધારા છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આખી દુનિયા આજે શું કર્યું તે સત્ય, અહીંસા, સામાજિક સદભાવના, ગાંધીજીના મૂલ્યો અને સિદ્ધાંતો સાથે ગાંધી વિચારધારાને પ્રજા સુધી પહોંચાડવા માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને સાંપ્રત સમયમાં ગાંધી વિચાર અને ગાંધી વિચારધારાના દેશમાં અપનાવવાનો પ્રયત્ન કરાવવામાં આવ્યો છે. ભારત દેશ આઝાદ દેશ છે. પરંતુ, અંગ્રેજોનું શાસન યાદ કરીએ તો અંગ્રેજોના શાસન દરમિયાન શિક્ષણ મોંઘું હતું. બેરોજગારી, ગરીબ વધુ ગરીબ અને પૈસાદાર વધુ પૈસાદાર બનતા હતાં. તેવી જ પરિસ્થિતિ અને સામાજિક અસમાનતા હતી. તે જ પરિસ્થિતિ હાલના ભાજપના રાજ્યમાં થઈ રહ્યું છે માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.