- AMC ની સ્ટેન્ડિગ કમિટી યોજાઈ
- ચોમાસાને લઇ થઈ કમિટીમાં થઈ ચર્ચા
- રથયાત્રા માટે પણ સરકારની ગાઇડલાઇન મુજબ કામગીરી કરવા મનપા તૈયારૉ
અમદાવાદઃ મનપાની સ્ટેન્ડિંગ કમિટી બેઠક મળી હતી. જેમાં 10 જેટલા કામોને મજૂરી આપવામાં આવી હતી. શહેરમાં વરસાદની શરૂઆત થતા ફક્ત બે ઈંચ વરસાદમાં ઠેર-ઠેર પાણી ભરાયા હતા. શહેરમાં ઠેર-ઠેર જળબમ્બાકાર જેવી સ્તિથી હતી. આ વચ્ચે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટનું કેહવું છે કે, વરસાદમાં અડધો કલાકમાં પાણી ઓસરી જાય છે પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી લાંબા સમય સુધી ભરેલા જ રહ્યા હતા. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ ટ્વીટર પર હાથીજણનો પાણી ભર્યાનો વીડિયો મૂકી મનપાની પ્રિ-મોન્સુન કામગીરીને ફેઈલ ગણાવી હતી. જે સામે બારોટએ નિવેદન આપ્યું હતું કે, એ વીડિયો વરસાદ સમયનો હશે અને વરસાદના એક બે કલાકમાં તમામ સ્થળ પર પાણી ઓસરી જાય છે. તો રથયાત્રા અંગે સરકારના નિર્ણય પર મનપા કામ કરશે તેમ જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ AMC સ્ટેન્ડિંગ કમિટી બેઠકઃ હેપ્પી સ્ટ્રિટના બાંધકામની ગુણવત્તાને લઈ ઉઠ્યા સવાલ
અર્જુન મોઢવાડીયાએ મનપાની પ્રિ-મોન્સુન કામગીરીને ગણાવી ફેઇલ
અર્જુન મોઢવાડીયાના ટ્વીટ પર હિતેશ બારોટે નિવેદન કરતા જણાવ્યું હતું કે, વરસાદ સમયે વીડિયો લેવાયો હશે અને હાલ ક્યાંય પાણી નથી ભરયા. માત્ર દોઢ કે, બે કલાકમાં પાણી ઉતરી જાય છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભુવા પડ્યા છે, ત્યાં કામ ચાલું છે વરસાદ સમયે કામ કેટલીક જગ્યાએ ચાલું છે અને કામ તાકીદે બંધ થઈ શક્યા નથી. બોપલ. ઘુમામાં ઔડા અને AMC સાથે મળી કામ કરે છે. ગઈ કાલ સુધી રોડના પેચવર્કનું કામ ચાલતું હતું.