અમદાવાદ : કોર્પોરેશન સંચાલીત સરકારી શાળાઓની દયનીય (AMC school Teacher) હાલત છે. શિક્ષકોની ઘટના કારણે બાળકોનું શિક્ષણ કોના ભરોસે રાખી શકાય એવા પ્રશ્નો પણ ઉભા થાય છે. અમદાવાદની અંગ્રેજી માધ્યમની 54 સ્કુલમાંથી 36 સ્કુલમાં એક પણ કાયમી શિક્ષક નથી. ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે ખૂબ જ ગંભીર પ્રશ્નો ઊભા થાય છે, ત્યારે કોંગ્રેસે આ બાબતને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. (Ahmedabad Municipal Corporation)
શાળામાં શિક્ષક કાયમી નથી ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, અમદાવાદની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં કાયમી શિક્ષકોની ઘટ છે. આ સાથે સરકારી અંગ્રેજી શાળાઓમાં કાયમી શિક્ષકો નથી. તો હિન્દી માધ્યમમાં પણ કાયમી શિક્ષકોની મોટી ઘટ છે. AMCની અંગ્રેજી માધ્યમની ધોરણ 1થી 5ની 36 સ્કૂલમાં એક પણ કાયમી શિક્ષક નહીં હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ હાલ અમદાવાદમાં ધોરણ 1થી 5ની અંગ્રેજી માધ્યમની 54 સ્કૂલ છે. જે 54માંથી 36 સ્કૂલોમાં એકપણ કાયમી શિક્ષક નથી. (Primary Education Committee schools)
પ્રવાસી શિક્ષકોના ભરોસે બાળકો વધુમાં જણાવ્યું હતું કે, સ્કૂલ બોર્ડની અંગ્રેજી માધ્યમની 54 સ્કૂલમાં 8088 બાળકો વચ્ચે માત્ર 39 કાયમી શિક્ષક છે.અંગ્રેજી માધ્યમમાં 255ના મહેકમ સામે 216 શિક્ષકોની ઘટ છે. જાહેરાતોમાં લાખો રૂપિયા ખર્ચ કરતા કોર્પોરેશનના શાસકોને ગરીબ, સામાન્ય વર્ગના બાળકોના ભવિષ્યની ચિંતા ન હોય તેમ સ્પષ્ટ જણાય છે. હિન્દી માધ્યમમાં પણ ખરાબ હાલત હોવાનું સામે આવ્યું છે. હિન્દી માધ્યમમાં પણ કાયમી શિક્ષકોની મોટી ઘટ છે. કાયમી શિક્ષકો ન હોવાથી પ્રવાસી શિક્ષકોના ભરોસે બાળકો છે. જોકે અનેક સ્કૂલોમાં તો એક પણ કાયમી શિક્ષક નહિ હોવાનું સામે આવ્યું છે. એક તરફ સ્માર્ટ સ્કૂલ અને અંગ્રેજી શિક્ષણની વાતો બીજી તરફ શિક્ષકો વિનાની શાળા ચાલી રહી છે. (Primary Education Committee schools Teacher)
આ પણ વાંચો શિક્ષક રાક્ષસ બન્યો: દારૂ પીવાની ના પાડતા શિક્ષિકા પત્નીની કરી હત્યા
શિક્ષકોની ઘટ અમદાવાદમાં હિન્દી માધ્યમમાં ધોરણ 1થી 5ની 54 સ્કૂલ છે, જેમાં 16,964 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 247 શિક્ષક છે, 459 શિક્ષકની મહેકમ સામે માત્ર 247 શિક્ષકો ભરોસે સ્કૂલો ચાલે છે. હિન્દી માધ્યમમાં 212 શિક્ષકોની ઘટ તો હિન્દી માધ્યમની 4 સ્કૂલ એક પણ કાયમી શિક્ષક નથી. જેને લઈ હિન્દી માધ્યમની શાળાઓ પણ પ્રવાસી શિક્ષકોના ભરોસે છે. શું આ રીતે ભણશે ગુજરાત ? અમદાવાદ જેવા મેગા સીટીમાં અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં ખૂબ ખરાબ સ્થિતિ છે. અત્યાર સુધી આદિવાસી વિસ્તારમાં શિક્ષકો નથી એવું સાંભળ્યું હતું, પણ હવે તો સ્માર્ટ સિટીમાં જ શિક્ષકો નથી, ત્યારે ગ્રામ્ય વિસ્તારની અનેક શાળાઓની હાલત કેટલી કથળેલી હશે છે તે અંગે સરકાર જવાબ આપે. સરકાર બાળકોના ભવિષ્ય સાથે ગંભીર ન હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. સરકાર ત્વરિત ધોરણે કાયમી શિક્ષકોની ભરતી કરે. (teacher in primary school in Ahmedabad)
આ પણ વાંચો કર્ણાટકમાં શિક્ષક તરીકે ત્રણ ટ્રાન્સજેન્ડરની પસંદગી
અંગ્રેજી માધ્યમની શાળાની સ્થિતિ શું છે? અમદાવાદમાં અંગ્રેજી માધ્યમની 54 સ્કૂલમાંથી ધોરણ 1થી 5ની 36 સ્કૂલમાં એક પણ કાયમી શિક્ષક નથી. 65 સ્કૂલમાં 8088 બાળકો વચ્ચે 39 શિક્ષક કાયમી, અંગ્રેજી માધ્યમમાં 255ના મહેકમ સામે 216 શિક્ષકોની ઘટ, હિન્દી માધ્યમની શાળાની સ્થિતિની વાત કરીએ તો AMC સ્કૂલ બોર્ડની હિન્દી માધ્યમ 54 પ્રાથમિક સ્કૂલોની ખરાબ હાલત, 54 સ્કૂલોમાં 16 હજાર 964 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 247 શિક્ષક, 459 શિક્ષકની મહેકમ સામે માત્ર 247 શિક્ષકો ભરોસે ચાલે છે સ્કૂલો, હિન્દી માધ્યમમાં 212 શિક્ષકોની ઘટ, 4 સ્કૂલમાં એક પણ કાયમી શિક્ષક નથી. (Permanent Teacher in Primary School)