ETV Bharat / state

AMC Budget: AMC નું વર્ષ 2023-24નું બજેટ રજૂ, પ્રોપટી ટેક્સમાં જંગી વધારો ઝીંકવામાં આવ્યો - પ્રોપટી ટેક્સમાં જંગી વધારો ઝીંકવામાં આવ્યો

અમદાવાદ કોર્પોરેશનના કમિશ્નર એમ.થેન્નારાસન દ્વારા વર્ષ 2023-24માં ગત વર્ષની સરખામણીએ 289 કરોડના વધારા સાથે 8400 કરોડનું ડ્રાફ્ટ બજેટ મુકવામા આવ્યું છે. આ પ્રોપટી ટેક્સમાં જંગી વધારો ઝીંકવામાં આવ્યો છે. ઉપરાંત એન્વાયમેન્ટ ઈમપ્રુમેન્ટ ચાર્જ પણ પહેલી વખત નાખવામાં આવ્યો છે.

AMC presents budget for 2023 24
AMC presents budget for 2023 24
author img

By

Published : Jan 31, 2023, 4:03 PM IST

AMC નું વર્ષ 2023-24નું બજેટ રજૂ

અમદાવાદ: રાજ્યની વિવિધ મહાનગરપાલિકા દ્વારા વાર્ષિક બજેટનું અંદાજપત્ર મુકવામા આવ્યું છે. જેમાં ગત વર્ષની સરખામણીએ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા પર મિલકત વેરા,સોલિડ વેસ્ટ મેનેજન્મેન્ટ યુઝરમાં વધારો ઝીકી શહેરની જનતા પર મોંઘવારીનો બોઝ નાખવામાં આવ્યો છે. બીજી લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસ વધુ ઉપયોગ કરતા થાય તે હેતુથી પ્રથમ વખત એન્વાયમેન્ટ ઈમપ્રુમેન્ટ ચાર્જ વસુલવાનું નક્કી કરવામાં આવ્યું છે.

મિલકત વેરામાં 10 વર્ષ બાદ વધારો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર એમ.થેન્નારાસન જણાવ્યું હતું કે અમદાવાદ શહેર દિવસેને દિવસે વધી રહ્યું છે. જ્યારે મિલકતવેરાની વાત કરવામાં આવે તો 2013 પછી એક પણ વખત મિલકત વેરો વધારવામાં આવ્યો નથી. જેના પગલે આ વર્ષે મિલકત વેરાની વાત કરવામાં આવે તો મિલકતમાં સો રૂપિયા પ્રતિ ચોરસ મીટર હતો. તેમાં વધારો કરીને 23 રૂપિયા પ્રતિ ચોરસ મીટર કરવામાં આવ્યો છે. જ્યારે બીન રહેઠાણ મિલકતના દરની વાત કરવામાં આવે તો 28 રૂપિયા પ્રતિ ચોરસ મીટરના હતો તેમજ વધારીને 37 રૂપિયા પ્રતિ ચોરસ મીટર કરવામાં આવ્યો છે.

પ્રોપટી ટેક્સમાં જંગી વધારો ઝીંકવામાં આવ્યો

એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ વસુલાશે: અમદાવાદમાં પોલ્યુશન ઘટાડવા માટે અર્બન ટ્રાન્સપોર્ટનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો ન હોવાથી શહેરીજન પોતાનો વાહનો ઉપયોગ કરે છે. તેનાથી પોલ્યુશનમાં વધારો થતો હોવાથી EIC દાખલ સદાચારથી પોલ્યુશન ઘટાડવાનું આયોજનથી ગાર્ડન બનાવવામાં આવશે. તેમજ અર્બન ટ્રાન્સપોર્ટેશનને વધારવામાં આવશે. રહેઠાણ તથા બીન રહેઠાણ મિલકતોની મિલકતના ક્ષેત્રફળને ધ્યાનમાં રાખીને રહેઠાણ મિલકતમાં વાર્ષિક પાંચ રૂપિયાથી ₹3,000 તેમજ બેન રાઠોડ મિલકતમાં વાર્ષિક 150 થી 7000 સુધી એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ વસૂલવામાં આવશે.

આ પણ વાંચો SMC Budget: સુરત મનપાનું વર્ષ 2023-24 બજેટ રજૂ, સુરતીઓ ઉપર 307 કરોડનો વેરાનો વધારો ઝીંકાયો

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ યુઝરમાં વધારો: સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ યુઝરમાં પણ આ વખતે વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો માટે કોઈપણ વધારો નથી. અન્ય રહેઠાણ મિલકતમાં જે પ્રતિદિન 1 રૂપિયા દર હતો તેમાં વધારીને 2 રૂપિયા કરવામાં આવ્યો છે. જ્યારે બિન રહેઠાણ મિલકતની વાત કરવામાં આવે તો 50 ચોરસ મીટરથી ઓછા ક્ષેત્રફળ ધરાવતી મિલકતમાં 1 રૂપિયાથી વધારીને 2 રૂપિયા પ્રતિ દિવસ કરવામાં આવ્યા છે. જ્યારે 50 થી 100 ચોરસ મીટરમાં 2 રૂપિયા પ્રતિ દિવસ હતા તેને વધારીને 4 રૂપિયા કરવામાં આવ્યા છે. જ્યારે 100 થી 200 ચોરસ મીટરમાં 2 રૂપિયા પ્રતિ દિવસ હતા. તેનો યુઝર ચાર્જીસ 6 રૂપિયા પ્રતિ દિવસ કરવામાં આવ્યો છે. 200 ચોરસ મીટરથી વધુ ચોરસ મીટરમાં 2 રૂપિયા પ્રતિ દિવસ હતો તેને વધારીને 10 રૂપિયા પ્રતિ દિવસ યુઝર ચાર્જ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો Budget 2023 Expectations: કેન્દ્રીય બજેટને લઈને રાજકોટમાં નોકરિયાત વર્ગની શું છે આશા અપેક્ષા?

દર વર્ષે લેટિંગ રેટમાં 5 ટકાનો વધારો: ફુગાવાના દરમાં વધારો તેમજ તેના CPI અને WPIમાં વધારાને ધ્યાનમાં લઈને પ્રાથમિક સુવિધા નો ખર્ચ અને તેને નિભાવાન ખર્ચને પહોંચી વળવામાં જે વર્ષના ટેક્સની અન્ય કોઈ વધારે ન થાય તે તમામ વર્ષમાં કાયમી ધોરણે પ્રોપર્ટી ટેક્સની લેટિંગ રેટમાં પાંચ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.