પ્રાપ્ત વિગતો મુજબ, આ પ્રોજેક્ટ માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને અંદાજીત 1.09 કરોડના ખર્ચે સંપુર્ણ પ્રોજેક્ટ કરવામાં આવશે. પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત 3 સ્થળો પર રાખેલા 70 ઢોર પર ટેગ લગાવવામાં આવ્યા છે અને આ પ્રોજેક્ટ અંતર્ગત 50 હજારથી વધારે પશુઓ પર ટેગ લગાવાશે અને કોર્પોરેશન દ્વારા ટેગનો જથ્થો મેળવી લેવાયો છે.
જેમાં 7 ઝોન પર 7 ટીમ બનાવી પશુ પર ટેગ લગાવવામાં આવશે અને ટેગનુ મોનિટરીંગ કરી પશુપાલક પર કાર્યવાહી કરશે. શહેરમાં રહેલા 50 હજારમાંથી 23 હજાર પશુઓનુ રજીસ્ટ્રેશન પણ પુર્ણ થઈ ગયું છે અને બાકી રહેલા પશુઓના રજીસ્ટ્રેશન માટે પશુપાલકો સાથે મીટીંગ તેમજ જાહેરાત કરી માહિતી આપવામાં આવશે તેમજ ચાલુ વર્ષમાંજ કામગીરી પુર્ણ કરવા કોર્પોરેશ કામે લાગી ગયું છે.