આ અંગે માહિતી આપતા ડેપ્યુટી કમિશ્નર આર્જવ શાહે જણાવ્યુ હતું કે, લો ગાર્ડનથી એનસીસી સર્કલ સુધી રસ્તાની દક્ષિણ દિશાને ડેવલપ કરી "હેપી સ્ટ્રીટ ફૂડ પ્લાઝા" માં ફુડવાન ઉભા રાખી બિઝનેસ કરવા જગ્યા વાપરવાનો પરવાનો અને લાયસન્સ માટે ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરાઇ છે. આ પ્રોજેક્ટમાં ત્રણ વર્ષ માટે ધંધાર્થીઓને લાઇસન્સ આપવાનો નિર્ણય કરાયો છે.
મોટી ફૂડ વાન માલિકે લાયસન્સના એક મહિનાના ઓછામાં ઓછા બે હજાર લેખે ત્રણ વર્ષ માટે 32.40 લાખ જ્યારે ત્રણ પ્રકારની નાની ફૂડ વાન માટે મહિનાના 30 હજાર અને 20 હજાર લેખે ત્રણ વર્ષ માટે 10.80 લાખ અને 7.20 લાખ ચૂકવવા પડશે જેના માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. 5 નવેમ્બર સુધી ટેન્ડર મોકલાશે અને 7 નવેમ્બરે જાહેર હરાજી કરી જગ્યા ફાળવવામાં આવશે. ફૂડ વાહનનું લાઈસન્સ લીધા બાદ તેને ભાડે આપી નહીં શકાય જેને લાઇસન્સ લીધું હોય તેને જ ફૂડ વાન ઉભી રાખવી પડશે.
ફૂડ વાન માલીકો માટે પોલિસી દ્વારા જાહેરાત કરાઈ છે જેમાં લાઇસન્સ મેળવનાર વ્યક્તિએ પોતે પાણી, ડસ્ટબિન આજુબાજુ નિયમિત સફાઈ અને ફાયર સેફ્ટીના સાધન સ્વખર્ચે રાખવા પડશે. અગાઉ લવ ગાર્ડન ખાણીપીણી તરીકે ઓળખાતા આ સ્થળેથી કુલ 39 ધંધાર્થીને ખસેડાયા હતા જાહેર હરાજી અંગેની આ પ્રક્રિયામાં ધંધાર્થીઓને પ્રાધાન્ય અપાશે. ફૂડ વાન વિક્રેતા માટે ખાસ પોલીસી જાહેર કરાઈ હોય તે માટેની માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરાઈ છે જેને પુરવાના માલિકોએ અનુસરવાની રહેશે.