અમદાવાદઃ શહેરમાં કોરાના સંક્રમણને અટકાવવા માટે લેવાઈ રહેલા શ્રેણીબધ્ધ પગલાંઓની સમીક્ષા માટેની પાંચમી બેઠક આજરોજ બુધવારે સાબરમતી રીવર ફ્રન્ટ હાઉસ ખાતે બપોરે ૧૨ વાગે યોજાઈ હતી. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર આઈએએસ, જુદા જુદા ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો ઉપસ્થિત રહ્યાં હતાં. વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચાના અંતે નીચેના નિર્ણયો લેવામાં આવ્યાં હતાં.
શહેરના ૧૦ વોર્ડ (ખાડીયા, જમાલપુર, શાહપુર, દરિયાપુર, દાણીલીમડા, બહેરામપુરા, અસારવા, ગોમતીપુર, સરસપુર, મણીનગર)ને કન્ટેમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવેલ છે. 15 મેથી આ વિસ્તારોમાં વસતા લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓની અગવડતા ન પડે તે માટે તેને સંલગ્ન દુકાનો, ફેરિયાઓ વિગેરેની સેવાઓ નીચેની શરતોને આધીન શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું.
(અ) કન્ટેન્ટમેન્ટ ઝોનમાં હોમ ડીલીવરી પ્રકારની સેવાઓ તથા તેમાં આવેલ શાકભાજી તથા ફળફળાદિના હોલસેલ બજારો ખોલવા પર અન્ય હુકમ ન થાય ત્યાં સુધી પ્રતિબંધ ચાલુ રહેશે. જેથી કાલુપુર, જમાલપુર, રાજનગર માર્કેટ (ઢાલગરવાડ) , માણેકચોક જેવા અન્ય હોલસેલ બજારો અન્ય હુકમો ન થાય ત્યાં સુધી બંધ જ રાખવાના રહેશે.
(બ) કન્ટમેન્ટ ઝોનમાં કરિયાણું, શાકભાજી, ફળફળાદી તથા અનાજ દળવાની ઘંટી સવારના ૮ વાગ્યાથી બપોરના ૧ વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. આ માટે નીચે મુજબની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.
- માત્ર છૂટછાટ અપાયેલ ચીજવસ્તુઓનું જ વેચાણ કરી શકાશે.
- આ સમયગાળામાં કન્ટેનેન્ટ ઝોનમાં પ્રવેશ આપવામાં આવશે. આ માટે વેપારીઓ/ફેરિયાઓએ પોતાની જોઈતી વસ્તુ હોલસેલમાં ઉપરોકત સમયગાળા દરમ્યાન જ મેળવી લેવાની રહેશે.
- નિશ્ચિત કરવામાં આવેલ સમયગાળા સિવાય વેપાર કરી શકાશે નહીં.
- આ પ્રકારના ધંધા સાથે સંકળાયેલ તમામ લોકોને માલિકો તેમજ કામદારોની આરોગ્ય વિષયક ચકાસણી કરાવી હેલ્થ સ્ક્રીનીંગ કાર્ડ મેળવી લેવાના રહેશે અને વેપારના સમયે પોતાની પાસે અચૂક રાખવાના રહેશે.
- ફેરિયાઓને આપેલ કાર્ડ દર ૭ દિવસે રીન્યુ કરાવવાના રહેશે.
- વેચાણ કરતી વખતે સામાજીક અંતર ફરજીયાતપણે જાળવવાનું રહેશે.
- રોકડ સ્વીકારવા માટે અલગથી ટ્રે રાખવાની રહેશે. તેવી જ રીતે રોકડ | પરત આપવાની ટ્રે પણ અલગ રાખવાની રહેશે. રોકડની આપ-લે દરમિયાન સીધો સંપર્ક ટાળવાનો રહેશે.
- દુકાનમાં કામ કરતા તમામ (માલિકો તેમજ કામદારો) તથા ફેરિયાઓએ હેન્ડ ગ્લ%, સેનેટાઈઝર, કેપ, માસ્ક વગેરે સતત પહેરી રાખવાના રહેશે.
- ગ્રાહકો તેમજ પોતાના વપરાશ માટે હેન્ડ સેનેટાઈઝર ઉપલબ્ધ કરાવવાના રહેશે.
- દુકાનમાં રોકડ સ્વીકાર અને ચીજવસ્તુની આપ-લે કરતી વખતે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે પ્લાસ્ટિક અથવા ઍ પ્રકારનું યોગ્ય આવરણ રાખવાનું રહેશે.
(ક) કન્ટમેન્ટ ઝોનમાં ઉપર (બ)માં દર્શાવેલ જરૂરી માન્ય કામગીરી અર્થે બહાર ની કળતી વખતે નીચે મુજબની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.
- માત્ર છૂટછાટ અપાયેલ ચીજવસ્તુઓની ખરીદી સવારના ૮ થી બપોરના ૧ વાગ્યા સુધી બહાર નીકળી કરી શકાશે.
- આ સમયગાળા સિવાય ઘરની બહાર નીકળી શકાશે નહીં.
- કન્ટમેન્ટ ઝોનમાંથી અન્ય વિસ્તારમાં ખરીદી માટે જવાનું રહેશે નહીં.
- ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવાનું રહેશે તેમજ ખરીદી કરતી વખતે સામાજીક અંતર ફરજીયાતપણે જાળવવાનું રહેશે.
- રોકડથી ખરીદી કરતી વખતે વેપારીને અલગથી ટ્રેમાં પેમેન્ટ આપવાનું રહેશે. તેવી જ રીતે રોકડ પરત પણ અલગ ટ્રેમાંથી લેવાની રહેશે. રોકડની આપ-લે દરમિયાન સીધો સંપર્ક ટાળવાનો રહેશે.
- બહાર નીકળતી વખતે માફ ફરજીયાતપણે પહેરવાનું રહેશે. તેમજ હેન્ડ જ અને કેપ ઉપલબ્ધ હોય તો અચૂક પહેરવાના રહેશે.
- ખરીદ કરેલા શાકભાજી જીવન જરૂરી વસ્તુઓને ઘરે લઈ જઈને પ્રસિધ્ધ કરવામાં આવેલ ગાઈડલાઈન મુજબ સેનીટાઈઝ/ વાપરવા યોગ્ય કરી વાપરવાના રહેશે.