અમદાવાદ: અમદાવાદ કોર્પોરેશનની સામાન્ય સભા તોફાની બની હતી. વિપક્ષે બ્રીજની કામગીરીને લઈને સવાલ કર્યા જેના કોઈ જવાબ મળ્યા નહીં. છત્રપતિ શિવાજી ફ્લાય ઓવરબ્રિજ મા ખૂબ મોટું કૌભાંડ ખૂલ્યું છે. બીજી બાજુ ફ્લાયઓવર બ્રિજ બનાવનાર અજય ઇન્ટ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ અને બ્લેકલિસ્ટ કરાઈ નથી. આમ છતાં ભ્રષ્ટાચાર હદ પાર કરી ગયો છે. પણ ભાજપ કોન્ટ્રાકટરના કેસમાં છાવરવાના પ્રયાસ કરે છે એવો કોંગ્રેસનો આક્ષેપ રહ્યો હતો. જોકે આ બબાલ વચ્ચે કોઈ નવી કામગીરીની ચર્ચા વગર જ સભા પૂરી કરી દેવાઈ. આ સાથે એવી પણ દલીલ થઈ હતી કે, મોટા કૌભાંડ અને ભ્રષ્ટાચારને ઢાંકવાના પ્રયાસ થઇ રહ્યા છે.
બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો નથી: અમદાવાદ શહેરમાં હાટકેશ્વર ખાતે 5 વર્ષ પહેલા તૈયાર કરવામાં આવેલ છત્રપતિ શિવાજી ફ્લાય ઓવરબ્રિજ મા ખૂબ મોટું કૌભાંડ સામે આવ્યો છે. જેને લઈને વિપક્ષ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. ફ્લાયઓવર બ્રિજ બનાવનાર અજય ઇન્ટ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ અને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો નથી. જેને લઈને આજે મળેલી માસિક જનરલ સભામાં ભારે હંગામા જોવા મળ્યો હતો.
ઇન્ફ્રાસ્ટ્રકચરને બચાવવામાં: અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા જે બ્રિજ બનાવવામાં આવ્યો છે તેનો પણ રિપોર્ટ આવી ગયો છે. અને બ્રિજમાં કૌભાંડ છે તેના પણ પુરાવા આપવામાં આવ્યા છે. આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા અમદાવાદ શહેરમાં બીજા પણ બ્રિજો બનાવવામાં આવ્યા છે. જેથી ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ઇન્ફ્રાસ્ટ્રકચરને બચાવવામાં આવી રહ્યો છે. આટલો મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. તેમ છતાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ કોઈપણ રીતે તેમની ઉપર કાર્યવાહી કરવામાં આવતી નથી--નીરવ બક્ષી કોંગ્રેસ શહેર પ્રમુખ
આ પણ વાંચો Ahmedabad Murder Case: સરપ્રાઈઝ આપવા બોલાવી શરીરના કટકા કર્યા, ઉકરડામાં ફેંક્યું માથું
કોંગ્રેસ પાર્ટી વિરોધ: શહેઝાદ ખાન પઠાનએ જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી પહેલા રિપોર્ટ આવ્યો હતો.વિપક્ષ છેલ્લા એક મહિનાથી હાટકેશ્વરના મુદા પર ભારતીય જનતા પાર્ટીના રુડકીના રિપોર્ટના નામ પર અને બીજા અન્ય રિપોર્ટના નામ નિર્ણય કરવામાં વિલંબ કરી રહી છે. જેના કારણે આ ભ્રષ્ટાચારને ઢાકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ખરેખર આ રિપોર્ટ તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આવી ગયો હતો. ત્યારે સામાન્ય સભામાં અંદર પોઇન્ટ ઓફ ઓર્ડર માંગ્યો હતો. સામાન્ય સભામાં થયેલ બ્રિજનો જવાબ આપવામાં આવે પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા આનો જવાબ આપવા તૈયાર નથી. જેના કારણે કોંગ્રેસ પાર્ટી વિરોધ કરી રહી છે.
મોટાપાયે ભ્રષ્ટાચાર: અમદાવાદ શહેરમાં બ્રિજ પ્રોજેક્ટમાં ખૂબ જ મોટાપાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. હાટકેશ્વર બ્રિજ હાલમાં સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. રિપોર્ટમાં પણ જણાવવામાં આવ્યું છે કે આ બ્રિજ માત્ર 20 ટકા જ ઉપયોગ થઈ શકે તેમ છે. રોડ બિલ્ડિંગના ચેરમેન મહાદેવ દેસાઈએ પણ આ સ્વીકાર્યું છે. આ બ્રિજ ચાલવા લાયક પણ નથી જેના કારણે અમે બંધ કર્યો છે. આ રિપોર્ટ ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે આવી ગયો હતો. ચૂંટણીને બે મહિના જેટલો સમય થઈ ગયો છે. તેમ છતાં હજુ સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. તે જ કોન્ટ્રાક્ટરને બીજા બ્રિજના ટેન્ડરો પણ આપવામાં આવી રહ્યા છે--મહિલા કોર્પોરેટર કોંગ્રેસ પાર્ટી
આ પણ વાંચો Ahmedabad Crime: ટ્રાન્સપોર્ટના વેપારીઓ સાથે ઠગાઈ આચરનાર ઝડપાયો, અનેક ગુનાના ભેદ ઉકેલાયા
માત્ર ને માત્ર તેમને હોબાળો: અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમારે જણાવ્યું હતું કે કોંગ્રેસ પોતાના કેન્દ્રની ગાઈડ પ્રમાણે હોબાળો કરી રહી છે. સંસદ સભા અને વિધાનસભાની અંદર પણ જે રીતે સત્ર અને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો. તેવી રીતે જ સામાન્ય સભામાં પણ વિપક્ષ દ્વારા બેનરો લઈને બોર્ડને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો. વિપક્ષના તમામ પ્રશ્નોના જવાબ આજે અમદાવાદ શહેર મ્યુનિસિપલ કમિશનર આપવાના હતા. પરંતુ તેમને શહેરની સમસ્યાના પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં કોઈ જ રસ નથી. માત્ર ને માત્ર તેમને હોબાળો કરવામાં જ રસ હતો