ETV Bharat / state

Amdavad Municipal Corporation: મચ્છરના ઉપદ્રવ સામે આવતા AMCએ 4 હોસ્પિટલને ફટકાર્યો દંડ - Municipal Corporation

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં આવેલી વિવિધ હોસ્પિટલોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જ્યાં મચ્છર ઉપદ્રવ જોવા મળ્યો તેવી 4 હોસ્પિટલોને દંડ કરવામાં આવ્યો છે. ત્યારે બીજી બાજુ અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે.

Amdavad Municipal Corporation: મચ્છરના ઉપદ્રવ સામે આવતા AMCએ 4 હોસ્પિટલ ફટકાર્યો દંડ

author img

By

Published : Jul 12, 2023, 1:24 PM IST

મચ્છરના ઉપદ્રવ સામે આવતા AMCએ 4 હોસ્પિટલ ફટકાર્યો દંડ

અમદાવાદ: રાજ્યમા ચોમાસાની ઋતુ જોવા મળી રહી છે. વરસાદના કારણે ડેન્ગ્યુના કેસમાં વધારો થયો છે. તો બીજી બાજુ જ્યાં મચ્છર ઉપદ્રવ જોવા મળ્યો તેવી 4 હોસ્પિટલોને દંડ કરવામાં આવ્યો છે. રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. અમદાવાદ શહેરમાં પણ છેલ્લા એક સપ્તાહમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. પાણી ભરવાની સમસ્યાને કારણે મચ્છરનું ઉપદ્રવ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. જેના અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા શહેરની મોટી હોસ્પિટલમાં ચેકિંગ હાથ કર્યું હતું. જેમાં મચ્છરનું પ્રમાણ જોવા મળી આવ્યું હતું. જેને દંડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી સમયમાં અન્ય સંસ્થાઓમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવશે.

"અમદાવાદ શહેરમાં ઉપદ્રવ ના વધે તેના ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ સહેલી અલગ અલગ હોસ્પિટલમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન ચેકિંગ દરમિયાન અંદાજિત 4 જેટલી હોસ્પિટલોમાં મચ્છરનો ઉપદ્રવ જોવા મળી આવ્યો હતો. જે હોસ્પિટલને કોર્પોરેશન દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં સાયન્સસીટી ખાતે આવેલી શાલીન હોસ્પિટલને 5 દંડ, લોટસ હોસ્પિટલ 5 હજારનો દંડ, ડો.વૈદેહી નર્સિંગ હોસ્પિટલને 3 હજારનો દંડ અને શ્લોક હોસ્પિટલ 2500 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો"-- ડો.ભાવિન સોલંકી (AMC આરોગ્ય અધિકારી)

સેમ્પલ અનફીટ આવ્યા: પાણીજન્ય કેસ 405 કેસ અમદાવાદ શહેરમાં ચોમાસાની ઋતુ શરૂઆત થતા જ પાણીજન્ય કેસોમાં પણ ભારે વધારો જોવા મળી રહ્યો હતો. જુલાઈ માસના પ્રથમ સપ્તાહમાં જ પાણીજન્યના કુલ 405 કેસ સામે આવ્યા છે. જેમાં ઝાડા ઉલટીના 253, કમળાના 44, ટાઇફોઇડના 108 કેસ સામે આવ્યા છે. જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 4244 જેટલા ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 117 જેટલા ક્લોરીન ટેસ્ટ નીલ આવ્યા છે. આ ઉપરાંત બેક્ટેરિયાલોજિકલ તપાસ માટે 1108જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી કુલ 26 જેટલા પાણીના સેમ્પલ અનફીટ આવ્યા છે.

સેમ્પલ અને તપાસ: ડેન્ગ્યુના કેસમાં વધારો અમદાવાદ શહેરમાં વરસાદી પાણીનો ભરાવો ન થાય તે માટે કોર્પોરેશન દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સાથે આ સપ્તાહમાં મચ્છરજન્યના કુલ 13 કેસ સામે આવ્યા છે. ઝેરી મેલરીયાના 3 કેસ, ડેન્ગ્યુના 9 અને ચિકનગુનિયાના 1 કેસ નોંધાયા છે. જ્યારે લોહીના તપાસ માટે 11,555 નમૂના લેવામાં આવ્યા હતા.જ્યારે ડેન્ગ્યુના સીરમ સીરમના 510 સેમ્પલ અને તપાસ કરવામાં આવી છે.

  1. Ahmedabad House collapses : મીઠાખળીમાં વહેલી સવારે એક મકાન ધરાશાયી, એકનું મોત
  2. Ahmedabad Crime: અમરાઈવાડીમાં અકસ્માત મામલે ડમ્પર ચાલકે રાયોટિંગની ફરિયાદ કરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.