અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વાર્ષિક બજેટ બે દિવસીય બજેટના સત્રમાં વિપક્ષ દ્વારા અદાણી પાસેથી 12 કરોડનો ટેક્સ વસુલવાનું બાકી છે તે મુદ્દે ભારે હંગામો જોવા મળ્યો હતો. તે સમયે કૉંગ્રેસ દ્વારા ભાજપના કોર્પોરેટરને અદાણી એજન્ટો તરીકે ગણાવ્યા હતા. ત્યારે ભાજપે કૉગ્રેસના કોર્પોરેટરને વિદેશી તાકાત સાથે સંકળાયેલા હોય તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
બે દિવસીય બજેટ સત્ર : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વાર્ષિક 20223 ના બજેટના બે દિવસીય બજેટ સત્રમાં આજે વિપક્ષ દ્વારા અદાણીના રહેલા બાકી 12 કરોડના પ્રોપર્ટી ટેક્સ મુદ્દે સવાલ કર્યા હતા. ભાજપની કોંગ્રેસના કોર્પોરેટર સામ સામે જોવા મળી રહ્યા હતા. વિપક્ષે ભાજપને કોંગ્રેસ એજન્ટ કહ્યા હતા જ્યારે સત્તા પક્ષ દ્વારા કોંગ્રેસ વિદેશી દેશનો હાથો બની રહી છે. અને દેશના અર્થતંત્રને નુકસાન કરવા માટે મોટું ષડયંત્ર કરી રહી છે. તેવો આક્ષેપ કર્યો હતો.
આ પણ વાંચો Ahmedabad Protest: અદાણીના ટેક્સ બાબતે કોર્પોરેશનના બજેટ સત્રમાં ભારે હંગામો
Amc પ્લોટ અદાણીને સોંપવામાં આવ્યા : વિપક્ષ નેતા શહેઝાદખાને જણાવ્યું હતું કે એક બાજુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 2006 માં અદાણી જેવી કંપનીને પ્રાઇમ લોકેશન પર 10 પ્લોટ આપે છે. જે પ્લોટ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના હતા. જ્યા અદાણીએ ગેસ ફીલિંગ સ્ટેશન શરૂ કર્યા છે.તે સમયે માત્ર 16 કરોડના ભાવે તે પ્લોટ આપવામાં આવ્યા હતા.તે સમયે અદાણીએ એક રૂપિયાની રકમ પણ કોર્પોરેશન આપવામાં આવ્યો નથી. ત્યારે ભાજપના કોર્પોરેશન દ્વારા અદાણી ગેસ સ્ટેશનથી AMTS બસ ગેસ પુરાવીને પૈસા વસુલવામાં આવ્યા હતા.
12 કરોડનો ટેક્સ બાકી : વધુમાં શહેઝાદખાને જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં જે ગેસ પાઇપલાઇન પસાર થાય છે તેનો 12 કરોડનો ટેક્સ બાકી છે. જયારે બીજી બાજુ શહેરના સામાન્ય નાગરિકોનો ટેક્સ બાકી હોય તો તેમની દુકાન સીલ કરવામાં આવે છે. તો અદાણીનો આટલો મોટો ટેક્સ બાકી હોવા છતાં તેની ઓફિસ પર કાર્યવાહી કેમ કરવામાં આવી નથી. જ્યારે આ વાત રજુ કરવામાં આવી તે સમયે ભાજપના કોર્પોરેટર આક્રોશમાં આવી ગયા હતા. ત્યારે ભાજપના કોર્પોરેટરે કૉંગ્રેસના કોર્પોરેટર ને પાકિસ્તાન એજન્ટ સાથે સરખાવ્યા હતા.
આ પણ વાંચો Ahmedabad Corporation Budget: પ્રથમ દિવસે કોંગ્રેસના આક્રમક પ્રહાર, કહ્યું ભાજપ છેત્તરપીંડિ કરે છે
સુપ્રીમમાં કેસ હોવાથી ટેક્સ વસુલાતો નથી : રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે અદાણી અને શહેરના નાગરિકો વચ્ચે કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી. અદાણી એરોપોર્ટ કે અદાણી કોમર્શિયલ ઓફિસ હોય તમામનો ટેક્સ વસુલવામાં આવે છે. પરંતુ અદાણીનો ગેસ પાઇપલાઇનનો ટેક્સ 2011 AMC દ્વારા ઉઘરવામાં આવતો હતો અને તે વખતે એક કેસ ગુજરાત હાઇકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટમાં આ કેસ ગયેલો છે. જે કેસની સુનાવણી માર્ચ મહિનામાં થવાની છે. અદાણી ગેસ પાસેથી વર્ષે 5 કરોડ ટેક્સ વસુલવામાં આવે છે. અદાણી ગેસ દ્વારા ટેક્સ આપવામાં આવશે. તેના કારણે તેની પ્રોપટીને સીલ કરવામાં આવતી નથી.
વિદેશી તાકાત સાથે રહીને અર્થતંત્રને નુકશાન : વધુમાં રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે ઉમેર્યું હતું કે વિપક્ષ દ્વારા અદાણી વિશે મુદ્દે વાત કરીને કૉંગ્રેસ દ્વારા વિદેશી તાકાતનો હાથો બનીને દેશના અર્થતંત્ર નુકશાન કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન જે રીતે કામ કરી રહ્યા છે તે અર્થતંત્ર વધુ મજબૂત કરવામાં આવી રહ્યું છે. ત્યારે તે અર્થતંત્ર નુકશાન કરવાની વિદેશ તાકાતમાં ભાગીદાર થઈને દેશના અર્થતંત્ર નુકશાન કરવાનું ષડ્યંત્ર છે.
ભારે હંગામો થતા 30 મિનિટ સુધી બજેટ સત્ર મોકૂફ : વાર્ષિક બજેટમાં કૉંગ્રેસ દ્વારા અદાણી પાસે ટેક્સ વસુલવામાં બાકી છે તે કેમ વસુલવામાં આવતો નથી તેમાં ભારે હંગામો થતા 30 મિનિટ સુધી બજેટ સત્ર મોકૂફ રખાયું હતું. તે સમયે ભાજપના કોર્પોરેટર જૈનિક વકીલ અને કૉંગ્રેસના વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ વચ્ચે આક્ષેપ બાજી શરૂ થઈ હતી. જેમાં કૉંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જ્યારે અદાણી વાત શરૂ થાય છે તે સમયે ભાજપના એજન્ટો ઉભા થઈને દલીલ શરૂ કરી દેે. ત્યાર બાદ ભાજપના કોર્પોરેટર જૈનિક વકીલે દ્વારા કૉંગ્રેસના કોર્પોરેટરને પાકિસ્તાનના એજન્ટો કામ કરે છે તેવો ગંભીર આક્ષેપ કરે છે. આ મુદ્દે ભારે હંગામો થતા મેયરદ્વારા 45 મિનિટ સુધી બજેટ સત્ર મોકૂફ રાખવાની ફરજ પડી હતી.