અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રજુ કરવામાં આવેલા વાર્ષિક 2023 24ના બજેટ અંતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાંધી હોલમાં બે દિવસીય બજેટ સત્ર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે સ્કૂલ બોર્ડ એમ જે લાઇબ્રેરી વીએસ હોસ્પિટલ અને અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ કમિટીના વિવિધ બજેટના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી.
ગરીબ બાળકો સાથે છેતરપિંડી: અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નું 1071 કરોડનું બજેટ ભાજપ દ્વારા રજુ કરવામાં આવ્યું હતું. ત્યારે વિપક્ષ દ્વારા અમે જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષમાં જે બજેટ મૂકવામાં આવે છે. તેના બજેટ ઉપયોગ કરવામાં આવતો નથી. અને શહેરના ગરીબ બાળકો સાથે તમે છેતરપિંડી કરી રહ્યા છો તેઓ આક્ષેપ કર્યો હતો. છેલ્લા 2 વર્ષમાં કરાટે અને યોગની તાલી માટે 25 લાખની ફાળવણી કરવામાં આવી છે. જેથી મે માહિતી મંગાવી હતી તેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે આવી કોઈપણ પ્રકારની ગ્રાન્ટ આપવામાં આવતી નથી-- જગદીશભાઈ રાઠોડ (કોંગ્રેસ કાઉન્સલર)
15 લાખનો ખર્ચ: સર્વ શિક્ષણ અભિયાન હેઠળ સેલ્ફ ડિફેન્સ માટે દર મહિને 14 હજાર રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે. ત્યારે કોર્પોરેશન પણ એવું જ કહી રહ્યું છે કે, અમે આવી કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ આપતા નથી. આવી જ રીતે એક લાઇબ્રેરી બનાવવાની વાત કરવામાં આવી હતી. શાસક પક્ષ દ્વારા એક લાઇબ્રેરી બનાવવા માટે 15 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. પરંતુ 15 લાખ રૂપિયામાં અત્યંત આધુનિક લાઇબ્રેરી બનાવી શકાય છે.
મર્જ કરવા પડ્યા: કોંગ્રેસે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે શહેરના ગરીબ બાળકોના માતા પિતાના છુટકે કોર્પોરેશનની શાળાઓમાં ભણાવવા મજબૂર બન્યા છે. જો ખરેખર કોર્પોરેશન શાળાઓમાં બાળકોની સંખ્યા વધી હોય તો અમદાવાદ શહેરની પૂર્વની શાળાઓની શા માટે મર્જ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. અમદાવાદ શહેરની શાળા મર્જ કરવામાં આવેલી છે. આ સાથે સાથે વર્ગખંડોને પણ મર્જ કરવામાં આવી રહ્યા છે. એક શાળાની અંદર ધોરણ 6,7,8ના ત્રણેય વર્ગખંડના બાળકોને એક જ વર્ગખંડમાં બેસાડવામાં આવે છે. એજ બાળકોને ધોરણ 1 અને 2ના શિક્ષક આ બાળકો અભ્યાસ કરાવી રહ્યા છે. જે ખૂબ જ દુઃખદ બાબત કહી શકાય છે.
વિપક્ષ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો તેને સખત શબ્દોમાં વખોડું છું.નગર પ્રાથમિક શિક્ષણ સમિતી અંદર આવેલ શાળામાં એકપણ શાળામાં વર્ગખંડની ઘટ નથી.જેટલા શિક્ષકો છે. તેટલા જ વર્ગખંડ છે .અમદાવાદની એક પણ શાળામાં બે વર્ગ ભેગા કરીને શિક્ષણ આપવામાં આવતું નથી.અત્યારે કોર્પોરેશન હસ્તક આવેલ 459 શાળામાં 40 હજારથી વધુ શિક્ષકો શિક્ષણ આપી રહ્યા છે.અને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નવા શિક્ષકની ભરતી પ્રક્રિયા પણ ચાલી રહી છે.પણ કોઈ કારણસર વિલંબ થયો છે.પણ આગામી સમયમાં નવા શિક્ષકો પણ શિક્ષણ કાર્યમાં જોડશે.વિદ્યાથી માટે ઇ લાઈબ્રેરી બનાવામાં આવી રહી છે.જેથી સારી રીતે અભ્યાસ કરી શકે તે મુખ્ય ઉદ્દેશ છે--સુજય મહેતા (સ્કૂલ બોર્ડના ચેરમેન)