રાજ્યસભા માટે ખાલી પડેલી બે બેઠકોની ચુંટણીમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ પક્ષ વિરૂધ કરેલા મતદાન મુદે દાખલ કરાયેલી પીટીશનમાં મુખ્યત્વે બે માગ છે. જેમાં અલ્પેશ અને ધવલસિંહ ઝાલાને ગેરલાયક ઠેરવવાની લેખિત રજુઆત કરી હોવા છતાં ધારાસભ્ય તરીકે ગેરલાયક ન ઠેરવાતા પક્ષવિરૂધ મતદાનની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. બંને ધારાસભ્યોને વ્હીપ જારી કર્યું હોવા છતાં ક્રોસ વોટિંગ કરતા તેમની વિરૂધ પક્ષાંતરધારા હેઠળ કાર્યવાહીની માગ કરી હતી.
વિધાનસભામાં કોંગ્રેસના દંડત અશ્લિન કોટવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી પીટીશનમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ગેરલાયક ઠેરવી તેમના દ્વારા રાજ્યભાની ચુંટણી દરમિયાન કરવામાં આવેલા મતદાનને રદ કરવામાં આવે એવી દાદ માંગવામાં આવી છે. અરજદારે બંધારણના 10માં અનુચ્છેદને ધ્યાનમાં રાખીને પગલા લેવા હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાના વકીલ જલાન ઉનવાલાએ આ મુદે જવાબ રજુ કરવા સમયની માગ કરતા કોર્ટે વધુ સુનાવણી 29મી ઓગસ્ટના રોજ કરી છે.
કોગ્રેસના દંડક અશ્વિન કોટવાલે પહેલા પણ હાઈકોર્ટમાં અલ્પેશ ઠાકોરને ગેરલાયક ઠેરવવા રિટ દાખલ કરી હતી. પરંતુ, કોર્ટે વિધાનસભાના સ્પીકરને આદેશ કરવાની સતા ન હોવાનું કારણ આપી કેસનો નિકાલ કર્યો હતો.વર્ષ 2019ની લોકસભા ચુંટણીમાં કેંન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીને ભવ્ય વિજય મેળવતા તેમની બે બેઠક ગુજરાતમાં ખાલી પડી હતી. જેના ભાગરૂપે રાજ્યસભાની ચુંટણી યોજાઈ હતી.રાજીનામાં પહેલાં અલ્પેશ ઠાકોર કોગ્રેસ તરફે રાધનપુર અને ધવલસિંહ ઝાલા બાયડથી ધારાસભ્ય હતાં.