ETV Bharat / state

9 ઓગસ્ટ થી 12 ઓગસ્ટ સુધી સરકારની તમામ ઓનલાઈન સેવાઓ બંધ, 300થી વધુ વેબસાઈટને અસર - વેબસાઈટ

અમદાવાદ: 9 ઓગસ્ટથી રાતના 9 વાગ્યા પછી ત્રણ દિવસ માટે ગુજરાત સરકારની તમામ પ્રકારની ઓનલાઈન સેવાઓ, 300 વેબસાઈટ, એપ્લિકેશન, ઈ-મેલ, ઈન્ટરનેટ બંધ કરવા તમામ વિભાગોને આદેશ આપવામાં આવ્યો છે. ગાંધીનગર સ્થિત ડેટા સેન્ટરમાં ટોરેન્ટ પાવરની ઈલેક્ટ્રિક પેનલમાં મેન્ટેનન્સ શરૂ કરવાનું હોવાથી 12 ઓગસ્ટની રાતના 11:59 કલાક સુધી GSWAN નેટવર્ક બેઝડ ડેટા સેન્ટર કનેક્ટેડ તમામ સેવાઓને શટડાઉન કરી દેવામાં આવશે.

ફાઇલ ફોટો
author img

By

Published : Aug 7, 2019, 5:30 PM IST

Updated : Aug 7, 2019, 7:02 PM IST

GSWAN (Gujarat State Wide Area Network) નેટવર્કમાં ગાંધીનગર સ્થિત ડેટા સેન્ટરથી ગુજરાત સરકારની 300થી વધુ વેબસાઈટ અને 40થી વધારે એપ્લિકેશન ઓપરેટ કરવામાં આવે છે. જેના થકી રાજ્યમાં ઓનલાઈન સેવા જેવી કે જન્મ-મરણના પ્રમાણપત્ર, મહેસૂલી નોંધ, ખેલમહાકુંભ માટે રજિસ્ટ્રેશન, ભરતી પરીક્ષાઓના ફોર્મ, વાહન લાયસન્સ, ઈ- ટ્રેઝરીથી લઈને શિષ્યવૃત્તિ સહિતની અનેક યોજનાઓ માટે 40થી વધુ એપ્લિકેશનથી ઓનલાઈન સેવાઓ નાગરિકોને ઉપલબ્ધ કરવામાં આવે છે.

જે આગામી સપ્તાહે ગુરૂવારની રાતથી રવિવારની મધ્યરાત્રી દરમિયાન બંધ રહેશે. મહેસૂલ વિભાગના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, આગામી સપ્તાહે શનિ-રવિ જાહેર રજા છે. માત્ર શુક્રવારના એક દિવસ માટે નાગરીકોને હાલાકી પડશે. રવિવારની મધ્યરાત્રિ બાદ સેવાઓ રાબેતા મુજબ શરુ થઈ જશે.

Intro:શુક્રવાર (9 ઓગસ્ટ)ના રાતના 9 વાગ્યા પછી ત્રણ દિવસ માટે ગુજરાત સરકારની તમામ પ્રકારની ઓનલાઈન સેવાઓ, 300 વેબસાઈટ, એપ્લિકેશન, ઈ-મેલ, ઈન્ટરનેટ બંધ કરવા તમામ વિભાગોને આદેશ કર્યો છે. ગાંધીનગર સ્થિત ડેટા સેન્ટરમાં ટોરેન્ટ પાવરની ઈલેક્ટ્રિક પેનલમાં મેન્ટેનન્સ શરૂ કરવાનું હોવાથી 12 ઓગસ્ટની રાતના 11:59 કલાક સુધી જીસ્વાન નેટવર્ક બેઝડ ડેટા સેન્ટર કનેક્ટેડ તમામ સેવાઓને શટડાઉન કરી દેવાશે.
Body:જીસ્વાન નેટવર્કમાં ગાંધીનગર સ્થિત ડેટા સેન્ટરથી ગુજરાત સરકારની 300થી વધુ વેબસાઈટ અને 40થી વધારે એપ્લિકેશન ઓપરેટ કરવામાં આવે છે. જેના થકી રાજ્યમાં ઓનલાઈન સેવા જેવી કે જન્મ-મરણના પ્રમાણપત્ર, મહેસૂલી નોંધ, ખેલમહાકુંભ માટે રજિસ્ટ્રેશન, ભરતી પરીક્ષાઓના ફોર્મ, વાહન લાયસન્સ, ઈ- ટ્રેઝરીથી લઈને શિષ્યવૃત્તિ સહિતની અનેક યોજનાઓ માટે 4૦થી વધુ એપ્લિકેશનથી ઓનલાઈન સેવાઓ નાગરિકોને ઉપલબ્ધ કરાવાય છે. જે આગામી સપ્તાહે ગુરૂવારની રાતથી રવિવારની મધ્યરાત્રી દરમિયાન બંધ રહેશે. મહેસૂલ વિભાગના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, આગામી સપ્તાહે શનિ-રવિ જાહેર રજા છે. માત્ર શુક્રવારના એક દિવસ માટે નાગરીકોને હાલાકી પડશે. રવિવારની મધ્યરાત્રિ બાદ સેવાઓ પૂર્વવત થઈ જશે.Conclusion:
Last Updated : Aug 7, 2019, 7:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.