અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આજે સાંજના 4 થી 6ના સમય દરમિયાન એર શો (Air Show Ahmedabad) જોવા મળશે. જેમાં સૌ પ્રથમ વખત સારંગ હેલિકોપ્ટર પોતાની કરતબ બતાવશે. ભારતના સંરક્ષણ વિભાગ દ્વારા દર બે વર્ષે ડિફેન્સ એક્સ્પોનું (Defense Expo) આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આ વખતે ડિફેર્સ એક્સપોર્ટનું આયોજન ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગર બે શહેરની પસંદગી કરવામાં આવી છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે નેવી અને એરફોર્સ દ્વારા વિવિધ કરતબો કરવામાં આવશે. આજથી શરૂ થતાં ચાર દિવસ સુધી સાબરમતી રિવરફ્રન્ટ પર વિવિધ એર -શો યોજીને લોકોનું મનોરંજન પૂરું પાડશે.
ગુજરાતમાં પ્રથમ વખત ભારતના સંરક્ષણ મંત્રાલય દ્વારા ગુજરાતમાં પ્રથમ વાર ડિફેન્સ એક્સ્પોનું (Defense Expo) આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ માર્ચ મહિનામાં ડિફેન્સ એક્સપો (Defense Expo) યોજવાનો હતો. પરંતુ કોરોના મહામારીને કારણે તેને ઓક્ટોબરમાં આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ડિફેન્સ એક્સપો દરમિયાન ભારતે એરફોર્સના વિવિધ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર પોતાની કરતબ દેખાશે. જેમાં અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા દિવસથી એરફોર્સના 10 હેલિકોપ્ટરનું આગમન થઈ ગયું છે.
સૌથી મોટું એરક્રાફ્ટ આજે આવશે ભારતીય એરફોર્સનું સૌથી મોટું એરક્રાફ્ટ બોઈંગ સી-17 ગ્લોબલ માસ્ટર 3 આજે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. આ ગ્લોબ માસ્ટર એરક્રાફ્ટ એક સાથે 20 જેટલા હાથીનું વહન કરી શકે તેટલી ક્ષમતા ધરાવે છે. તેની ખાસ વાત કરવામાં આવે તો તેને પહોળાઈ 51.74 મીટર ઊંચાઈ 16.79 મીટર અને લંબાઈ 53.4 મીટર છે. આ ડિફેન્સ એક્સપોના મહત્વના સાધનોને અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવે તેવી સંભાવના જોવા મળી રહે છે.
આઆજથી એર શો થશે શરૂ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આજથી 1300 નો પ્રારંભ થશે તે દરમિયાન આકાશમાં ત્રણ ત્રણ જોડીના 9 કે 12 ફાઈટર વિમાનો એક સાથે જોવા મળશે સાથે સાબરમતી ખાતે યોજાનાર ફાઈટરજેટના 1300 માં તિરંગાના રંગનું પરફોર્મન્સ બતાવીને ભક્તિનો સંદેશો આપવામાં આવશે. આ શો માં સુખોઈ સહિત લડાકુ વિમાનોની કર્તવ બતાવશે. આમાં ત્રણેય વડા હાજરી આપે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે.