અમદાવાદઃ શહેરમાં રહેતી સ્મૃતિ ઠક્કર કે, જે કોરોના પોઝિટિવ હતી. પરંતુ યોગ્ય સારવાર મળ્યા પછી એનો રિપોર્ટ નેગવટિવ આવતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પરંતુ હોસ્પિટલ સત્તાવાળા તરફથી સ્મૃતિનો સંપર્ક કરીને પ્લાઝમા ડોનેટ કરવાની વાત કરી સંપૂર્ણ રીતે સલામત હોવાની જાણકારી મેળવ્યા બાદ સ્મૃતિએ પ્લાઝમા ડોનેટ કરવા તૈયારી દર્શાવી હતી.
આ રીતે અમદાવાદની સ્મૃતિ ઠક્કર પ્લાઝમાની પ્રથમ ડોનર બની હતી. ETVBharat સાથે વાત કરતા સ્મૃતિ ઠક્કરે જણાવ્યું હતું કે, હું અમદાવાદની સ્મૃતિ ઠક્કર. 23 વર્ષની છું, હું એસવીપી હોસ્પિટલમાં 17 દિવસ સુધી દાખલ હતી. છઠ્ઠી એપ્રિલના રોજ મને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અને મારા અહેવાલોની સમીક્ષા કર્યા પછી તેઓએ મારો પ્લાઝ્મા દાન કરવા માટે સંપર્ક કર્યો. તેઓએ મને ખાતરી આપી હતી કે, આ પ્રક્રિયામાં કોઈ જોખમ રહેશે નહીં. તેથી હું દાન માટે સાંજે હોસ્પિટલમાં ગઈ હતી.
આમ ,તો પ્લાઝમાની સમગ્ર પ્રક્રિયાની અવધિ 99 મીનિટ લાંબી હતી, પરંતુ તે કંઇ પીડાદાયક નહોતી. તેથી હું દરેક દર્દીઓની ભલામણ કરું છું, જે કોવિડ 19માંથી સ્વસ્થ થયા હતા, તે દરેક દર્દીઓએ પ્લાઝ્માનું દાન અવશ્ય કરવું જોઈએ. કારણ કે તે સંપૂર્ણપણે સલામત છે.
અગાઉ ઘણા વર્ષો પહેલા યુરોપમાં બીમારી દર્દીઓને જે તે બીમારીથી સાજા થયેલા લોકોનું લોહી ચઢાવવાથી લોકો ઝડપી સાજા થતા હતા. હાલમાં પણ રસી અને સંશોધન માટે બીમારીમાંથી સાજા થઇ ગયેલા લોકોનો વિશ્વભરમાં પ્લાઝમાં દ્વારા પ્રયોગ કરવામાં આવે છે.