અમદાવાદઃ શહેરમાં મે મહિનામાં પડેલા વરસાદને કારણે બોપલથી લઈને ખાડિયા સુધીના તમામ રસ્તાઓ ભીના થઈ ગયા હતા. કેટલાક વિસ્તારોમાંથી વાહન પણ પસાર ન થઈ શકે એટલા પાણી ભરાઈ ગયા હતા. ભારે પવનને કારણે 15થી 20 વૃક્ષો તેમજ અનેક જગ્યાઓ પર સાઈન બોર્ડ ઉખડી ગયા હતા. જ્યારે જુહાપુરા વિસ્તારમાંથી મોબાઈલનો એક ટાવર પડી ગયો હતો. જ્યારે પૂર્વ વિસ્તારમાંથી અનેક જગ્યાઓ પર વૃક્ષો ધરાશાઈ થયા હતા. તો કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી ગયા હતા. વરસાદ સાથે કરા પડવાને કારણે અનેક ફોર પર તિરાડો જોવા મળી હતી. જ્યારે ટુ વ્હિલર્સના કાચ તૂટી ગયા હતા.
અંડરપાસ બંધ કરાયોઃ વરસાદી પાણી અંડરપાસમાં ભરાઈ જવાને કારણે વૈષ્ણોદેવી પાસેનો અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યો હતો. વીજળી થવાને કારણએ અનેક એવા લોકોએ મેટ્રોરેલના પિલ્લર નીચે સુરક્ષિત આશરો લીધો હતો. જ્યારે ટુ વ્હીલ લઈને જતા લોકોએ પોતાના વાહન સુરક્ષિત જગ્યા પર થોડા સમય માટે થંભાવી દીધા હતા. કોબાથી વૈષ્ણોદેવી રોડ પર ત્રણથી ચાર કાર પાણીમાં અટવાઈ ગઈ હતી. અંડરપાસ બંધ કરી દેવાતા આ રૂટ પર ટ્રાફિક જામ થયો હતો. બીજી તરફ વસ્ત્રાપુરથી લઈને એસજી હાઈવે સુધી અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. જાણે ચોમાસું સક્રિય થયું હોય એવો માહોલ જોવા મળ્યો છે.
8 ફલાઈટે હવામાં ચક્કર માર્યાઃ વરસાદને કારણે એકાએક વિઝિબિલિટી ઘટી જવાને કારણે એક કે બે નહીં પણ આઠ ફ્લાઈટે હવામાં ચક્કર મારવા પડ્યા હતા. કારણ કે, લેન્ડિગ માટે કોઈ ક્લિયરન્સ મળ્યું ન હતું. આ તમામ ફ્લાઈટ ડોમેસ્ટિક હોવાનું જાણવા મળ્યું છે. રનવે પર કોઈ વિઝિબિલિટી ન હોવાને કારણે કોઈ ફ્લાઈને પરમીશન અપાઈ ન હતી. જ્યારે પાંચ જેટલી ફ્લાઈટને ડાઈવર્ટ કરવામાં આવી હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટ મુંબઈ અમદાવાદને વડોદરા ડાઈવર્ટ કરાઈ હતી. જ્યારે મુંબઈ અમદાવાદની ફ્લાઈટને પણ વડોદરા ડાઈવર્ટ કરાઈ હતી. ઉદેપુર અમદાવાદની ફ્લાઈને ફરી એ જ રૂટ પર ડાઈવર્ટ કરીને ઉદેપુર લેન્ડ કરવા આદેશ આપ્યા હતા. જ્યારે મુંબઈ અમદાવાદની ઈન્ડિગોની ફ્લાઈટ 35 મિનિટ બાદ લેન્ડ થઈ. જ્યારે દિલ્હી અમદાવાદની ફ્લાઈટ એને નિશ્ચિત સમય બાદ 22 મિનિટ વિલંબ થી લેન્ડ થઈ
શા માટે કરા પડે છેઃ રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશન એક્ટિવ થયું છે. જેના ટ્રફને કારણે ડાયનામાઈક ફોર્સ ઊભો થયો હતો. વાતાવરણની ગરમ હવા ઉપર જઈને ઠંડી પડે છે. તાપમાન શુન્ય ડિગ્રી સુધી પહોંચતા કરા બને છે. ડ્રોપલેટ રૂમાં ફેરવાઈને પાણીના કરા બને છે. જે વાતાવરણના ઉપરના લેવલમાં રહેલી ગરમી અને ઠંડી હવા, જમીનની સપાટી પરનું વાતાવરણ પ્રમાણે રાઈના દાણાથી લઈ દડા જેટલા કદના હોય છે. જમીન સુધી આવતા આ કરા ધીમે ધીમે નાના બની જાય છે. જે પવનના થોડા જોરથી જમીન પર ફેંકાઈ છે. જ્યારે વાદળ વધારે મજબુત હોય ત્યારે આ પ્રકારના કરા પડે છે. અમદાવાદ શહેરમાં સૌથી વધારે વરસાદ જોધપુર, ચાંદખેડા, મણિનગર, વેજલપુર, સેટેલાઈટ, જીવરાજ પાર્ક, નારોલ, વટવા, બાપુનગર તથા મણિનગરમાં પડ્યો હતો.