ETV Bharat / state

Ahmedabad News: બેવડી ઋતુએ અમદાવાદીઓને કર્યા હેરાન, શરદી ઉધરસના કેસ વધ્યા - Ahmedabad Civil Hospital

અમદાવાદ શહેરમાં ધીમે ધીમે ગરમીનો માહોલ અનુભવાઈ રહ્યો છે. મચ્છરજન્ય કેસ પણ જોવા મળી રહ્યાં છે. ફેબ્રુઆરીના માસના પ્રથમ સપ્તાહમાં પાણીજન્ય કેસ જોવા મળી રહ્યા છે. જયારે ગરમીનો માહોલ શરૂ થાય એ પહેલા જ શરદી અને ઉધરસના કેસથી હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો દિવસે દિવસે વઘી રહ્યો છે.

Ahmedabad: બેવડી ઋતુએ અમદાવાદીઓને કર્યા હેરાન, શરદી ઉધરસના કેસમાં વધારો

author img

By

Published : Feb 10, 2023, 10:45 AM IST

શરદી ઉધરસના કેસમાં વધારો

અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં ઠંડીની અંતિમ તબક્કો અનુભવાઈ રહ્યો છે. રાજ્યમાં હવે ઠંડી વિદાય લઇ રહી છે.ગરમીનો માહોલ દિવસ દરમિયાન જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં રોગચાળો રોગચાળો ફેબ્રુઆરી માસમાં ઓછો જોવા મળતા તબીબો રાહત અનુભવી રહ્યા છે. ગરમી માહોલ જોવા મળતા ઝાડા ઉલ્ટીના કેસમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે.

ડેંગ્યૂના કેસ: શહેરમાં મચ્છરજન્ય કેસોમાં નહિવત કેસ આવતા અધિકારીઓ રાહત અનુભવી રહ્યા છે. આ ચાલું માસનાં પ્રથમ સપ્તાહમાં માત્ર ડેન્ગ્યૂના 2 જ કેસ નોંધાયા છે. જાન્યુઆરી માસથી અત્યાર સુધી સાદા મેલેરિયા 11 કેસ, ઝેરી મેલેરિયાના 3 કેસ, ડેન્ગ્યૂના 43 કેસ અને ચિકનગુનિયાના 1 જ કેસ સામે આવ્યો છે.કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા 17,115 જેટલા બ્લડ સેમ્પલ તેમજ 226 જેટલા સિરમના સેમ્પલ લઇને તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચોU20 Sherpa Inception meeting in Ahmedabad : સીએમે કરાવ્યો યુ20ની પ્રથમ બેઠકનો પ્રારંભ, વિદેશી મહેમાનો આ રીતે થયાં અભિભૂત

શરદી ઉધરસના કેસ વધારે: આરોગ્ય અધિકારી ભાવિન સોલંકી જણાવ્યું હતું કે હાલમાં સૌથી વધુ કેસ વાતાવરણ બદલાવાને કારણે શરદી ઉધરસ ના કેસ વધારે જોવા મળી રહ્યા છે. અમદાવાદ શહેરના અર્બન હેલ્થ સેન્ટરમાં અંદાજિત 25 થી 30 કેસ શરદી ઉધરસના જ જોવા મળી આવ્યા છે. ફેબ્રુઆરીના અત્યાર સુધીમાં અર્બન હેલ્થ સેન્ટરમાં કુલ 8000 જેટલા લોકો સારવાર લીધી છે.જેમાંથી 1800 જેટલા કેસ માત્ર શરદી ઉધરસ જોવા મળી આવ્યા છે.

આ પણ વાંચો Ahmedabad Crime: વસ્ત્રાપુર લેકમાં સિક્યોરિટી ગાર્ડની હત્યાનો પર્દાફાશ, પાણી માટે આરોપી સાથે થઈ હતી બબાલ

પાણીજન્ય કેસ યથાવત: અમદાવાદ શહેરમાં પાણીજન્ય કેસોની વાત કરવામાં આવે તો ફેબ્રુઆરી માસમાં અત્યાર સુધી ઝાડા ઉલટીના 47,કમળાના 22,ટાઈફોડના 32 અને કોલેરાનો 1 કેસ સામે આવ્યો છે. ત્યારે કોર્પોરેશન દ્વારા અત્યાર સુધી 26 45 ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા છે. સાથે જ બેક્ટેરિયોલોજીકલ તપાસ માટે 650 જેટલા પાણીના નમુના લેવામાં આવ્યા હતા. જેમાંથી અત્યાર સુધી એક પણ સેમ્પલ અનફિટ હોવાનું સામે આવ્યું નથી. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદમાં સવારે ઠંડી પડી રહી છે તો બપોરના સમયે ગરમ કપડાં ઊતારવા પડે એવો ગરમાવો અનુભવાઈ રહ્યો છે. ઠંડા અને સુકા પવનોનું જોર ઓછું થઈ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.